Fri,03 May 2024,7:51 am
Print
header

અમેરિકામાં ખાલિસ્તાનીઓનું શરમજનક કૃત્ય, હિન્દુ મંદિર પર કર્યો હુમલો, દિવાલો પર લખ્યાં સૂત્રો

કેલિફોર્નિયાઃ અમેરિકામાં ફરી એકવાર ખાલિસ્તાનીઓએ ભારત વિરોધી કામ કર્યું છે. અહીં એક હિન્દુ મંદિર પર હુમલો થયો છે.  કેલિફોર્નિયાના નેવાર્કમાં હિન્દુ મંદિરની બહારની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખીને તોડફોડ કરવામાં આવી છે. નેવાર્ક પોલીસે આ ઘટનાની સંપૂર્ણ તપાસની ખાતરી આપી છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે વિદેશમાં હિંદુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યાં હોય. આ પહેલા ઓસ્ટ્રેલિયા, કેનેડામાં પણ  હિન્દુ મંદિર પર હુમલો થયો હતો.

ઓસ્ટ્રેલિયામાં આ પહેલા પણ ઘણી વખત આવી ઘટનાઓ બની છે

ઓસ્ટ્રેલિયામાં આ પહેલા પણ ઘણી વખત આવી ઘટનાઓ બની છે. બે મહિના પહેલા પણ ખાલિસ્તાનીઓએ એક હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું હતું. તેઓએ શ્રી લક્ષ્મી નારાયણ મંદિર પર જ હુમલો કર્યો હતો.દરમિયાન મંદિરની દિવાલને નુકસાન પહોંચાડ્યું હતું.

આ વર્ષે જાન્યુઆરીમાં મેલબોર્નમાં ત્રણ હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યાં હતા. ખાલિસ્તાની સમર્થકો તરફથી નારા લખવામાં આવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે મંદિરો પર થયેલા હુમલાને લઈને ભારત તરફથી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ મામલે ઓસ્ટ્રેલિયન સરકાર પાસેથી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch