Fri,17 May 2024,5:00 am
Print
header

વડોદરાઃ વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાયેલી યુવતીને પોતાના શરીર પર બ્લેડના ઘા મારવા કરી મજબૂર - Gujarat Post

(વિધર્મી યુવકની તસવીર)

વિધર્મી દ્વારા યુવતીને પ્રેમજાળમાં ફસાવવા મામલે PMOમાં ફરિયાદ

યુવતીના પિતાએ ફરિયાદ કરતા PMOમાંથી અપાયા તપાસના આદેશ

વડોદરાઃ એક વિધર્મી યુવક સેલવિન પાઉલ પરમારે પોતે કરોડપતિ હોવાનું જણાવીને  યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં આ વિધર્મીએ કોર્ટ મેરેજ કરીને યુવતીને મરવા માટે મજબૂર કરી હતી. આ મામલે યુવતીના પિતાએ PMOમાં ફરિયાદ કર્યાં બાદ તપાસના આદેશ આપ્યાં છે. આ કેસમાં સેલવિન પાઉલ પરમારે કરોડપતિ હોવાનું જણાવીને આ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી, કોર્ટ મેરેજ બાદ યુવતીને ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. કંટાળેલી પીડિત યુવતીએ પોતાના શરીર પર બ્લેડના અનેક ઘા માર્યાં હતા.  

બે વર્ષ પહેલા વડોદરા શહેરની 23 વર્ષીય યુવતી સેલ્વિન પાઉલ પરમાર નામના શખ્સના સંપર્કમાં આવી હતી, જે બાદ યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ધોરણ 10 પાસ સેલ્વિને યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. તેણે બંને વચ્ચેના અંગત પળોના વીડિયો બતાવીને તેને ધમકી આપી હતી. જેથી આઘાતમાં સરી પડેલી પીડિતાએ યુવકના ત્રાસથી છૂટકારો મેળવવા પોતે જ પોતાના શરીર પર બ્લેડના ઘા માર્યાં હતા.

આ યુવકે વીડિયો ક્લિપ વાયરલ કરવાની ધમકી આપીને પીડિતાને આણંદ લઈ ગયો હતો. જ્યાં બંનેએ ચર્ચમાં લગ્ન કર્યાં હતા. આ મામલે દીકરીના પિતાને જાણ થતા તેઓ દીકરીને પોતાના ઘરે લઈ આવ્યાં હતા સમગ્ર મામલો બહાર આવ્યાં બાદ યુવતીના પિતાએ સેલ્વિન પાઉલ પરમાર, શ્વેતા પાઉલ પરમાર અને પાઉલ પરમાર સામે ફરિયાદ દાખલ કરી હતી, આ શખ્સે યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યાં બાદ સોશિયલ મીડિયાથી સતત સંપર્કમાં રહેતો હતો  યુવતીના પરિવારે મોબાઇલ ચેક કરતાં તેમાં યુવક સાથેનું ચેટિંગ મળી આવ્યું હતું, જેમાં યુવક તેને એક જ મિનિટમાં બ્લેડથી 40થી 45 કાપા પોતાના શરીર પર મારવાનું કહીને તેના ફોટા સોશિયલ મીડિયા પર મગાવી પિશાચી આનંદ લેતો હતો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch