Sun,19 May 2024,4:31 am
Print
header

રાહુલ ગાંધીને ડરાવવાની વાતો કરનારા ડરી રહ્યાં છે: જગદીશ ઠાકોર- Gujarat Post

સુરતઃ સેશન્સ કોર્ટે માનહાનિ કેસમાં બે વર્ષની સજા ફટકાર્યાંના 11 દિવસ બાદ રાહુલ ગાંધી ફરી સુરત આવી રહ્યાં છે. રાહુલ અને તેમની લિગલ ટીમ આજે સુરત કોર્ટમાં અપીલ કરશે. સજા બાદ કોર્ટે રાહુલ ગાંધીને 1 મહિનાના જામીન આપ્યાં હતા. આ એક મહિનાના સમયગાળા દરમિયાન સજા પર રોક માટે અપીલ કરવાની છે.

રાહુલ ગાંધી અને કોંગ્રેસના ઉચ્ચ નેતાઓના આગમન પહેલા સ્થાનિક નેતાઓ સુરત પહોંચી ગયા છે. અમિત ચાવડાએ કહ્યું, સુરત કોર્ટમાં ન્યાયિક પ્રક્રિયા માટે રાહુલ ગાંધી આવી રહ્યાં છે. સત્ય, ધર્મ અને અહિંસાની સાથે છે, તેવા લોકો રાહુલ ગાંધીના સમર્થનમાં છે, મોદી સરકાર લોકશાહી ખતમ કરનારું કામ કરી રહ્યાં છે. પોલીસ ગઈકાલે રાતથી અમારા આગેવાનો અને કાર્યકરોને ડીટેઇન કર્યાંં છે.કોઈ પણ જાતના કારણ વગર કાર્યકરો અને આગેવાનોને પોલીસ ડરાવી રહી છે. વડાપ્રધાનના રોડ શોમાં લોકો આવે છે, રાહુલ ગાંધીના સમર્થન માટે આવતા લોકોને રોકવામાં આવે છે. કે સી વેણુગોપાલ, પ્રિયંકા ગાંધી સહિતના અમારા નેતા સુરત આવી રહ્યાં છે. પોલીસ સરકારનો હાથો બનવાનું બંધ કરે. આ લોકશાહી અને સંવિધાન બચાવવાની લડાઇ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું, રાહુલ ગાંધીને ડરાવવાની વાતો કરનાર ડરી રહ્યાં છે. ગુજરાતની ભાજપ સરકાર આજે ડરી રહી છે.અમારા આગેવાનો અને કાર્યકરોને રોકવામાં આવી રહ્યાં છે. પરિવારના વડા ઉપર મુશ્કેલીઓ આવે ત્યારે કુટુંબના સભ્યો સાથે જ હોય. દક્ષિણ ગુજરાતના દરેક આગેવાનોના ઘરે પોલીસ બેસાડી દીધી છે, દક્ષિણ ગુજરાતના 500 આગેવાનોને રોકવામાં આવ્યાં છે.

ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી ડો.રઘુ શર્માએ કહ્યું, અમે કોઈ ગુનો કરવા એકત્ર નથી થઈ રહ્યાં. અમારા નેતા આવે છે તેના સન્માનમાં એકત્ર થઇ રહ્યાં છીએ. ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આવી રહ્યાં છે, નોંધનિય છે કે મોદી સમાજ પર વિવાદિત ટિપ્પણી કરવાના કેસમાં કોર્ટે રાહુલને 2 વર્ષની સજા ફટકારી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch