Sat,11 May 2024,8:20 am
Print
header

નીતિન પટેલના હિન્દુત્વના નિવેદનને પાટીલે આપ્યું સમર્થન, કહ્યું કે તેમણે..

ગાંધીનગરઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું હિન્દુત્વ પરનું નિવેદન ચર્ચામાં છે. નીતિન પટેલના આ નિવેદનનું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે સમર્થન કર્યું છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે હિન્દુ બહુમતિ (hinduism) માં છે ત્યા સુધી બધુ બરાબર છે અને જો હિન્દુઓ લઘુમતીમાં જતા રહેશે તો અરાજકતા હશે, કોર્ટ કે કાયદો કે સંસદ કંઇ જ નહીં હોય અને હવે તેમના સમર્થનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ આવ્યાં છે.  

પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે નીતિન પટેલના નિવેદનનું સમર્થન આપતા કહ્યું આવનારા દિવસોનું ભવિષ્ય જોઈને નીતિન પટેલ બોલ્યા છે. નીતિન પટેલે ભવિષ્ય જોઈ વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે. અગમચેતીના ભાગરૂપે તેમને આ વાત કરી છે. હું નીતિન પટેલની વાત સાથે સહમત છું. આજે ભરૂચ અને અંકલેશ્વર આવેલા ગુજરાત પ્રદેશ BJP પ્રમુખ સી.આર.પાટીલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનને યોગ્ય ગણાવ્યું છે.

ગાંધીનગરમાં પ્રથમ ભારત માતાના મંદિરનું નિર્માણ કરાયું છે. ભારત માતાના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધર્મસભાનું પણ આયોજન થયું હતું.અહી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, VHP અને RSS ના ટોચના નેતાઓ હાજર રહ્યાં હતા. જેમાં નીતિન પટેલનું એક નિવેદન ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. જેમાં તેમણે કહ્યું કે દેશમાં બંધારણ, ધર્મનિરપેક્ષતા અને કાયદાની વાત ત્યાં સુધી જ ચાલશે જ્યાં સુધી હિન્દુઓ બહુમતીમાં છે. જો હિન્દુઓ લઘુમતી થઇ ગયા તો ન તો કોઇ કોર્ટ કચેરી હશે ન કોઇ કાયદો.બીજી તરફ વિરોધીઓ નીતિન પટેલના નિવેદનની આગામી ચૂંટણીઓ સાથે સરખાવીને કહી રહ્યાં છે કે ભાજપને ચૂંટણી વખતે જ હિન્દુત્વ યાદ આવે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch