Sun,05 May 2024,11:42 am
Print
header

વિરોધીઓની બોલતી બંધ..કલમ 370 હટાવ્યાં બાદ પહેલી વખત શ્રીનગર પહોંચ્યાં મોદી, ડો.શ્યામા પ્રસાદ મુખર્જીને કર્યાં યાદ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાં બાદ પીએમ મોદી પહેલી વખત શ્રીનગર પહોંચ્યાં હતા, જ્યાં તેમને ડો.શ્યામા પ્રસાદ મુખર્જીને યાદ કરીને કહ્યું કે તેઓ ઇચ્છતા હતા તેવું કાશ્મીર આજે આપણે જોઇ રહ્યાં છીએ, અહીં વિકાસના કામો થયા છે અને આતંકવાદ સામે આપણે લડત આપી છે. દાયકાઓ સુધી આપણે જે કાશ્મીરનું સપનું જોયું હતુ તે આજે પુરું થયું છે.

મોદીની સભામાં હજારો લોકો ઉમટી પડ્યાં હતા, અહીં સુરક્ષાદળો પણ તૈનાત છે. અહીં અલગાવવાદીઓ અને પાકિસ્તાન સમર્થકો માટે આ એક મોટો ફટકો છે, વડાપ્રધાન મોદી અહીં પહોંચ્યાં છે અને તેમને કરોડો રૂપિયાના વિકાસ કામોનું ઉદ્ધઘાટન કર્યું છે. મોદી અહીં પહોંચ્યાં ત્યારે ભારત માતા કી જયના નારા લાગ્યા હતા.

-તમારું દીલ જીતવા માટે મહેનત કરું છુંઃ મોદી
-તમારા પ્રેમનું કર્જ ચૂકવવામાં કોઇ કસર નહીં છોડુંઃ મોદી
-અહીં પરિવારવાદને અમે ખતમ કર્યો છે

બક્ષી સ્ટેડિયમમાં પીએમ મોદીએ અહીં સરકારી કર્મચારીઓને નિમણુંક પત્રો આપ્યાં હતા. મોદીએ કહ્યું કે અહીંના કેસર, ચેરી, સફરજન અને ડ્રાયફ્રૂટસ્ હવે વિશ્વભરમાં બ્રાન્ડ બની ગયા છે. મોદીએ કહ્યું કે પૃથ્વી પરના આ સ્વર્ગમાં આવવાનો અનુભવન અલગ જ છે. જમ્મુ-કાશ્મીર આપણું મસ્તક છે. અહીં તેમને 6500 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી છે.

મોદીની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા, આ દ્રશ્યો જોઇને અલગાવવાદીઓ અને મોદી વિરોધીઓની ઉંઘ ઉડી ગઇ છે, સાથે જ પાકિસ્તાનમાં પણ મોદીની આ સભાની ચર્ચાઓ થઇ રહી છે.

 

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch