Sun,19 May 2024,4:05 am
Print
header

કિર્તીનો નવોકાંડ, સુરતમાં વેપારીને ગાળો આપીને ધમકાવ્યો- Gujarat Post

સુરતઃ ટિકટોકથી જાણીતી બનેલી અને વારંવાર વિવાદોમાં રહેતી કિર્તી પટેલ ફરી વિવાદમાં આવી છે. ખાટોદરા ખાતે રહેતા વેપારી ચીનાંશુ કિરીટભાઈ ગોઠી દ્વારા સુરત પોલીસ કમિશનર કચેરીએ અરજી આપવામાં આવી છે, જેમાં જણાવ્યું છે કે કિર્તી પટેલ નામની યુવતી સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા થઇ હતી પછી તેને પૈસાની જરૂર પડતા મને વાત કરી હતી. બાદમાં આ મામલે બંને વચ્ચે બબાલ થઇ હતી અને રુપિયા પરત કરવાની વાત આવી ત્યારે કિર્તી પટેલે વેપારીને ગાળો આપી હતી અને વારંવાર ધમકી આપી હતી આ મામલે બંને પાર્ટીઓએ આમને-સામને ફરિયાદ આપી છે.

ડિસેમ્બર, 2022માં વિવાદિત ટિકટોક ગર્લ કીર્તી પટેલ સહિત 10 લોકોની જૂનાગઢ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કીર્તિ પટેલ સહિત 10 લોકો સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. કિર્તી પટેલે એક વ્યક્તિને મારી નાખવાની ધમકી આપી હતી. પોતાના સાગરિતો સાથે ભેંસાણના પરિવાર સાથે ઝઘડો કરવા માટે આવેલી કિર્તી અને તેના સાગરિતો સામે કેસ નોંધાયો હતો. હવે ફરીથી તે વિવાદમાં આવી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch