Fri,03 May 2024,5:27 pm
Print
header

રાજકોટમાં આજે ભારત-ઓસ્ટ્રેલિયા ત્રીજી વન ડે, રનનો થશે વરસાદ- Gujarat Post

(file photo)

રાજકોટઃ ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ વન ડે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે. આજે બપોરે 1.30 વાગ્યે ત્રીજી વન-ડે મેચનો પ્રારંભ થશે, ખંઢેરી સ્ટેડિયમમાં ચાર મોટી એલઈડી સ્ક્રીન પણ મુકવામાં આવી છે. આજે ભારતીય ટીમમાં ચારથી પાંચ બદલાવ જોવા મળી શકે છે.

ત્રીજી વન ડેમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓની વાપસી થઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈન્દોરમાં સદી ફટકારનાર શુભમન ગિલ ત્રીજી મેચ નહીં રમે. ગીલની સાથે શાર્દુલ ઠાકુરને પણ ત્રીજી મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. બંને ખેલાડીઓ પોતપોતાના ઘરે ચાલ્યાં ગયા છે. આ સિવાય અક્ષર પટેલ પણ સમયસર ફિટ થઈ શક્યો નથી. તેના અશ્વિનને તક આપવામાં આવશે. આવી સ્થિતિમાં અક્ષરના વર્લ્ડ કપ રમવા પર સવાલો ઉઠી રહ્યાં છે.

અક્ષરની ગેરહાજરીથી અશ્વિનની ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં સતત ત્રીજી વખત ભારત તરફથી રમવાની આશા વધી છે, જ્યાં તેણે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. અશ્વિને મોહાલીમાં એક અને ઈન્દોરમાં ત્રણ વિકેટ ઝડપી છે. અક્ષરની ફિટનેસની વાત આવે ત્યારે પસંદગીકારો માટે અશ્વિન અને તેની વચ્ચે પસંદગી કરવી મુશ્કેલ બનશે.

રાજકોટની પિચ બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે. અહીં બેટ્સમેન સેટ થઈ ગયા બાદ રનનો વરસાદ કરી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch