Sat,18 May 2024,1:35 pm
Print
header

શું આ ભાજપનું દબાણ છે ? નીતિન પટેલે પહેલા લોકસભાની ટિકિટ માંગી અને હવે કહેવું પડ્યું કે મારે ટિકિટ નથી લેવાની- Gujarat Post

ફેસબુક પોસ્ટથી નીતિન પટેલે આપી માહિતી

મહેસાણા લોકસભા સીટના ઉમેદવારની પ્રક્રિયા હજુ ચાલુ છે

મહેસાણાઃ લોકસભા ચૂંટણીને લઈને ભાજપે શનિવારે ઉમેદવારોની પ્રથમ યાદી  જાહેર કરી હતી. પ્રથમ યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત કુલ 195 ઉમેદવારોનાં નામો જાહેર કર્યાં હતા. ભાજપની પ્રથમ યાદીમાં 34 મંત્રીઓનાં નામ પણ સામેલ છે. આ યાદીમાં લોકસભા અધ્યક્ષ અને ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓનાં નામ પણ સામેલ છે. ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકોના ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે.

જેમાં મહેસાણા બેઠક પરથી પૂર્વ સીએમ નીતિન પટેલે પણ ટિકિટ માંગી હતી, પરંતુ હવે પોતાનો નિર્ણય બદલવો પડ્યો છે, તેમને મહેસાણા બેઠકથી દાવેદારી પાછી ખેંચી લીધી છે. ફેસબુક પોસ્ટમાં તેમણે લખ્યું, ભાજપના ઉમેદવાર તરીકેની દાવેદારી પરત ખેંચુ છું. સાથે જ પોસ્ટમાં તેમને પીએમ મોદીના વખાણ કર્યાં છે. જો કે તેમને કોઇ દબાણથી આ ઉમેેદવારી પાછી ખેંચવી પડી છે કે અન્ય કોઇ કારણ છે કે સમય આવ્યે જ ખબર પડશે.

હવે મહેસાણા બેઠક પરથી ભાજપ કોણે ટિકિટ આપશે તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. આ બેઠક પર ભાજપના નેતા અને પૂર્વ મંત્રી રજની પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે, આમ મહેસાણા બેઠકને લઇને હવે ફરીથી ચર્ચાઓ થઇ રહી છે, નોંધનિય છે કે ટિકિટની જાહેરાતના કલાકો પહેલા ભાજપના અનેક નેતાઓએ આવી રીતે કહેવું પડ્યું છે કે અમે હવે લોકસભા લડવા માંગતા નથી, આ કદાચ ભાજપ હાઇ કમાન્ડના દબાણને કારણે હોય શકે છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch