Fri,03 May 2024,6:03 pm
Print
header

ઝારખંડ બાદ ગુજરાતમાં મોહરમની ઉજવણીમાં દુર્ઘટના, ધોરાજીમાં 15 લોકોને લાગ્યો વીજ કરંટ- Gujarat Post

ધોરાજીઃ ઝારખંડના બોકારો બાદ ગુજરાતમાં પણ મોહરમની ઉજવણી દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. રાજકોટ જીલ્લાના ધોરાજીમાં રસુલપરા વિસ્તારમાંથી તાજીયાનું ઝુલુસ પસાર થતું હતું. ત્યારે 15 જેટલા લોકોને વીજ કરંટ લાગ્યો હતો. તાજીયાને ઉપાડતી વખતે તે વીજ વાયરને અડી જતાં શોર્ટ સર્કિટ થઈ હતી અને 15 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમને ધોરાજી સરકારી હોસ્પિટલ અને પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાંથી 2 લોકોનાં મોત થઇ ગયા છે. ચાર વ્યક્તિઓની હાલત ગંભીર છે.

ઝારખંડના બોકારોમાં સવારે મોહરમનું જુલુસ નીકળતી વખતે મોટો અકસ્માત સર્જાયો હતો.હાઇ ટેન્શન લાઇનની ચપેટમાં આવી જતાં કુલ 13 લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. જેમાં 4 લોકોના મોત થયા હતા, જ્યારે 9 લોકોની હાલત ગંભીર છે. અહીં બેરમો વિસ્તારના સવારે કેટલાક લોકો મોહરમના તાજિયા લઈ રહ્યાં હતા ત્યારે 11000 વોલ્ટના વાયરની અડફેટે આવી ગયા હતા.જે બાદ વીજ કરંટ લાગવાથી 4 લોકોનાં મોત થયા હતા, જ્યારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમની સારવાર નજીકની હોસ્પિટલમાં ચાલી રહી છે.તાજિયાને લઇ જતી વખતે ઉપરથી પસાર થતી હાઈ ટેન્શન લાઈન તાજિયામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે તાજિયાના જુલુસમાં રાખવામાં આવેલી બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટના બાદ મૃતકોના પરિવારજનો આઘાતમાં ચાલ્યાં ગયા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch