સોનમ કપૂર ભલે હવે ફિલ્મી પડદા પર બહુ એક્ટિવ નથી, પણ સોશિયલ મીડિયા પર તેની સનસનાટી બરકરાર છે. સોનમ પોતાની ફેશન સેન્સ અને પાર્ટીઝની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તે મુંબઈ હોય, દિલ્હી હોય કે લંડન, અનિલ કપૂરની પુત્રી સોનમ હવે સામાન્ય રીતે તેના પતિ આનંદ આહુજા સાથે તેના લંડનના ઘરમાં રહે છે, પરંતુ રવિવારે તેણે દિલ્હીમાં તેના આલીશાન ઘરની તસવીરો શેર કરી હતી.તસવીરોમાં સોનમ ઘરની એન્ટ્રી પર કન્સોલ ટેબલ સાથે પોઝ આપી રહી છે. અંદાજે 173 કરોડ રૂપિયાના બંગલોમાં એન્ટ્રીમાં ટેબલ પર નંદીની પ્રતિમા છે.