બોલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢા લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. બંનેએ રવિવારે સાત ફેરા લઈ લીધા હતા. ઉદેપુરમાં શાહી અંદાજમાં આ લગ્ન યોજાયા હતા. કપલનું આ ડ્રીમ વેડિંગ ઉદેપુરના ધ લીલા પેલેસમાં હતુ. હવે પરિણીતી અને રાઘવના વેડિંગ ફોટો સામે આવ્યાં છે. જેની રાહ ફેન્સ પણ જોઈ રહ્યાં હતા. પરિણીતીએ તેના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે.