અંકિતા લોખંડેએ વર્ષ 2021માં છત્તીસગઢના બિઝનેસમેન વિકી જૈન સાથે લગ્ન કર્યાં હતા. અંકિતા લોખંડેએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુંમાં કામ ન મળવા પર નિરાશા વ્યક્ત કરી હતી. ઘરે બેઠી છે અને અંકિતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. આ દરમિયાન તેણે પતિ વિકી જૈન સાથે બીજીવાર લગ્ન કર્યાં છે. વિકી અને અંકિતાએ તેમના ક્રિશ્ચિયન લગ્નના ફોટા અને વીડિયો પણ શેર કર્યા છે.