પરિણીતી લગ્નના સમાચારોને લઈને સતત ચર્ચામાં છે. બીજી તરફ પરિણીતીના ચહેરા પરની ચમક ઘણું બધું કહી રહી છે. પરિણિતી ચોપરા મનીષ મલ્હોત્રાના ઘરે કંઈક અલગ સ્ટાઈલમાં જોવા મળી હતી. તે સફેદ સૂટબૂટ અને પર્સ સાથે જોવા મળી હતી. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા સતત ઘણી વખત સાથે જોવા મળ્યાં હતા. પરંતુ આજ સુધી બંનેએ આ પ્રેમ પર કોઈ સત્તાવાર મ્હોર લગાવી નથી.