પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરના રિલેશનશિપમાં હોવાના સમાચાર આવ્યાં છે. 2017માં મિસ વર્લ્ડનો ક્રાઉન પોતાના નામે કરનારી છિલ્લર બિઝનેસમેન નિખિલ કામતને ડેટ કરી રહી હોવાના અહેવાલ છે, નિખિલ ફાયનાન્સિયલ કંપની જેરોધાના કો-ફાઉન્ડર છે. બંને એકબીજાને 2021થી ડેટ કરી રહ્યાં હોવાના અહેવાલ છે.