Sun,19 May 2024,4:05 am
Print
header

અંબાલાલ પટેલની નવી આગાહી, જાણો સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં કેવો રહેશે વરસાદ ?

અમદાવાદ: ઓગસ્ટ મહિનામાં ઘણો જ ઓછો વરસાદ પડ્યાં બાદ સપ્ટેમ્બરમાં મેઘરાજાએ પધરામણી કરી છે. હવે બે દિવસથી વાતાવરણમાં બફારો જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે સપ્ટેમ્બરમાં સારો વરસાદ વરસી શકે છે. 13થી 14 સપ્ટેમ્બર બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે. જે 16 અને 17 સપ્ટેમ્બરમાં મજબૂત બનશે.

19 અને 20 સપ્ટેમ્બરમાં વાદળછાયા વાતાવરણ સાથે 18થી 20 સપ્ટેમ્બરમાં પણ વરસાદ થશે. તેમજ 22 સપ્ટેમ્બરમાં પણ એક સિસ્ટમ બનશે. 21થી 23 સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 27થી 28 સપ્ટેમ્બરમાં સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટા રહેશે અને કચ્છના ભાગોમાં પણ વરસાદી ઝાપટા રહેશે.

ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે. 17 ઓક્ટોબરના ભારે પવન ફૂંકાશે અને નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જો કે ચોમાસાની વિદાય વખતનો વધારે વરસાદ ખેતીને નુકસાન કરી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch