હનોઈઃ વિયેતનામમાં એક ભયાનક અકસ્માત થયો છે. વિયેતનામમાં 9 માળની ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આ આગને કારણે 56 લોકોનાં મોત થયા છે. આગમાં 50 થી વધુ લોકો દાઝી ગયા છે, મૃત્યુઆંક હજુ વધી શકે છે. વિયેતનામની રાજધાની હનોઈમાં આ ઘટના બની છે. સરકારી મીડિયાએ આ અંગે જાણકારી આપી હતી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને બચાવ કામગીરી ચાલુ છે.
જે ઈમારતમાં આગ લાગી તે રાજધાની હનોઈના દક્ષિણ વિસ્તારમાં છે
રાજધાની હનોઈના દક્ષિણ ભાગમાં એક સાંકડી ગલીમાં સ્થિત એક ઈમારતમાં મંગળવારે મોડી રાત્રે આગ લાગી હતી.ફાયર વિભાગને જાણ થતા કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથધરી હતી. આ એપાર્ટમેન્ટમાં લગભગ 150 લોકો રહેતા હતા, ત્યાંથી બહાર કાઢવામાં આવેલા 70 લોકોમાંથી 54 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અધિકારીઓ આગના કારણની તપાસ કરી રહ્યાં છે. ગયા વર્ષે દક્ષિણ વિયેતનામના બિન્હ ડુઓંગ પ્રાંતમાં કરાઓકે પાર્લરમાં ભીષણ આગમાં 32 લોકોનાં મોત થયા હતા.
રાત્રે લાગેલી આગ બાદ દિવસ દરમિયાન બિલ્ડીંગમાંથી ધૂમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યાં હતા. બિલ્ડિંગની નાની બાલ્કનીઓ લોખંડથી ઘેરાયેલી હતી, એપાર્ટમેન્ટ બ્લોકમાં માત્ર એક જ દરવાજો બહાર નીકળો હતો અને કટોકટીનો દરવાજો ન હતો.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભાજપમાં નિમણુંકો પર નજર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન સંગઠનમાં નવા નામો અને બોર્ડ નિગમના નામો પર વાગી શકે છે મ્હોર | 2023-09-25 12:31:05
અંધશ્રદ્ધાએ લીધો 9 વર્ષની માસૂમનો ભોગ..! ઘરમાં મરચાં અને મસાલાનો ધૂમાડો કરીને બારણા બંધ કરી દેતા દિકરીનું મોત થઇ ગયું- Gujarat post | 2023-09-25 11:54:50
પરિણીતી અને રાઘવના લગ્નની પ્રથમ તસવીરો આવી સામે – Gujarat Post | 2023-09-25 11:41:27
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રહ્યો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ, મહિલાઓ કરશે મોદીનું ભવ્ય સન્માન- Gujarat Post | 2023-09-25 11:36:33
કેનેડા હવે ભાનમાં આવ્યું, રક્ષામંત્રીએ કહ્યું અમારા માટે ભારત સાથેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે | 2023-09-25 09:30:29
એશિયન ગેમ્સ 2023: ચીનમાં લહેરાવ્યો તિરંગો, ભારતે વર્લ્ડ રેકોર્ડ તોડીને પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો | 2023-09-25 08:56:26
Un માં ભારતે પાકિસ્તાનને તતડાવ્યું, Pok ખાલી કરવા મામલે આપ્યો સણસણતો જવાબ- Gujarat Post | 2023-09-23 11:04:31
ભારતનો કોન્સર્ટ રદ્દ થતાં જ કેનેડિયન સિંગર શુભનીત સિંહના બદલાયા સૂર, કહ્યું– ભારત મારો પણ દેશ છે | 2023-09-22 11:16:57
મોદીના મિત્ર બાઇડેનની સરકાર પણ કેનેડાની તરફેણમાં, કહ્યું કેનેડામાં થયેલી હત્યાની તપાસ થવી જ જોઇએ- Gujarat Post | 2023-09-22 11:12:20
આ લોકોને નાની લાંચ તો પસંદ જ નથી....સુરતના પી.એસ.આઇ ACBના સંકજામાં ફસાયા, રૂ.10 લાખની લીધી હતી લાંચ | 2023-09-24 09:58:35
અમદાવાદ એરપોર્ટ પર ફરીથી દાણચોરીનું 1.33 કિલો સોનું પકડાયું, આરોપીની કરાઇ અટકાયત | 2023-09-22 16:14:56
ગુજરાત સરકારના ફિક્સ પે કર્મચારીઓને પગાર વધારાની મળી શકે છે ભેટ, નવરાત્રીમાં સરકાર કરી શકે છે આ જાહેરાત | 2023-09-22 16:08:12
ભારત વિરોધીઓને જવાબ, મહિન્દ્રા ગ્રુપે કેનેડામાં બિઝનેસ બંધ કરવાની જાહેરાત કરી, હિન્દુઓને લઇને કેનેડા સરકારે કહી આ વાત- Gujarat Post | 2023-09-22 13:23:32
પિત્ઝા પ્રેમીઓ આ વાંચી લેજો....અમદાવાદમાં આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકને અપાયા વંદા વાળા પિત્ઝા ! | 2023-09-22 13:09:45