Fri,17 May 2024,3:40 pm
Print
header

વેનેઝુએલાના હાઇવે પર મોટો અકસ્માત, સ્પીડમાં આવી રહેલી ટ્રકે 17 વાહનોને ટક્કર મારતા 16 લોકોનાં મોત

વેનેઝુએલાઃ રાજધાની કારાકાસ પાસેના હાઈવે પર સ્પીડમાં આવી રહેલી ટ્રકે 17 વાહનોને ટક્કર મારતા 16 લોકોનાં મોત થઇ ગયા છે અને 17 વાહનો બળીને રાખ થઈ ગયા છે. વાહનોમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઇ છે.  અત્યાર સુધીમાં 16 લોકોના મૃતદેહ મળી આવ્યાં છે. જ્યારે છ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડાયા છે. હજુ મૃત્યુઆંક વધવાની આશંકા છે. વેનેઝુએલા હાઇવે પર એક ઝડપી ટ્રક કાર અને બસ સહિત 17 વાહનો સાથે અથડાઈ હતી.  

આ ભયાનક અકસ્માતની 15 મિનીટ પહેલા હાઈવે પર એક નાનો અકસ્માત પણ થયો હતો, જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. 15 મિનીટ પછી એક ટ્રકે સ્પીડ આવીને ત્યાં પાર્ક કરેલા વાહનોને ટક્કર મારી હતી. ટ્રકમાં કેમિકલ હોવાથી અથડામણને કારણે આગ લાગી હતી, જે અનેક વાહનોમાં ફેલાઈ ગઈ હતી. આ અંગેની માહિતી મળતા જ ઈમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા.

અનેક વાહનોને મારી ટક્કર

વેનેઝુએલાના રિસ્ક મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી મિનિસ્ટરે કહ્યું કે પહેલા અકસ્માતમાં એક ટ્રક અને 3 વાહનોની ટક્કર થઈ હતી. આ પછી હાઇવે પર જામ થઈ ગયો હતો, અન્ય ઘણા વાહનો રસ્તા પર થંભી ગયા હતા. ત્યારે અન્ય એક ટ્રકે આવીને વાહનોને ટક્કર મારી હતી. ત્યાં હાજર લોકોના કહ્યા અનુસાર હાઈવે રોડ સારો નથી અને તેની જાળવણી યોગ્ય રીતે કરવામાં આવતી નથી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch