Fri,17 May 2024,1:43 pm
Print
header

અમેરિકામાં ફરીથી ભારતીય પર ચાકુથી હુમલો, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

અમેરિકાઃ ઈન્ડિયાના શહેરમાં એક હુમલાખોરે 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો કર્યો હતો. વિદ્યાર્થીની હાલત વધુ ગંભીર છે. આ ઘટના રવિવારે સવારે ઈન્ડિયાનાના વાલપરાઈસો શહેરમાં બની હતી. અહીંના એક સાર્વજનિક જીમમાં હુમલાખોર જોર્ડન એન્ડ્રેડે 24 વર્ષીય વરુણ પર ચાકુ વડે હુમલો કર્યો હતો, જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. યુએસ પોલીસ અધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહ્યાં છે. ઘટના બાદ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર ઘાતક હથિયાર વડે હુમલો અને હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

ભારતીય વિદ્યાર્થી વરુણને ગંભીર ઇજા પહોંચતા તેને ફોર્ટ વેઇન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર વરુણની હાલત નાજુક છે. હુમલાખોર એન્ડ્રેડે પોલીસને જણાવ્યું હતું કે તેને સવારે મસાજની વિનંતી કરી હતી અને બીજા માણસને શોધવા માટે મસાજ રૂમમાં ગયો હતો.

મસાજ સંબંધિત ઘટના

હુમલાખોરને લાગ્યું કે આ અન્ય વ્યક્તિ તેના માટે ખતરો છે. આ કારણે એન્ડ્રેડે તેના પર હુમલો કર્યો હતો. તેણે અચાનક વરુણના કાન પર છરી વડે હુમલો કર્યો. આ પછી તેને લોહી નીકળવા લાગ્યું. અમેરિકન પોલીસે કહ્યું, એન્ડ્રેડે વરુણને તેના માટે ખતરો ગણાવ્યો હતો, તેથી તેણે હુમલો કર્યો હતો. હાલમાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch