Fri,18 April 2025,1:13 pm
Print
header

સુરતની બસ સાપુતારા પાસે ખીણમાં ખાબકી, 2 બાળકોનાં મોત- 30 લોકો ઘાયલ

2 બાળકોનાં મોત, ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
 
ડાંગઃ
સુરતની એક બસ સાપુતારા ઘાટ નજીક એક ખીણમાં ખાબકી હતી, જેમાં બે બાળકોનાં મોત થયા છે અને 30 જેટલા લોકો ઘાયલ થયા છે. આ બસમાં 65 જેટલા પર્યટકો હતા અને તેઓ પ્રવાસમાં નીકળ્યાં હતા. અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો અને 108 ની ટીમો અહીં પહોંચી ગઇ છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં છે.

સ્થાનિક લોકો અને અન્ય પ્રવાસીઓ પણ બચાવ કામગીરીમાં જોડાયા છે. આ લક્ઝરી બસ અચાનક જ પલટી ગઇ હતી અને આ અકસ્માત થયો હતો.સુરતમાં રહેલા પ્રવાસીઓના સગા-સંબંધીઓ સાપુતારા જવા રવાના થયા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch