Sun,19 May 2024,1:55 am
Print
header

ભ્રષ્ટ પોલીસકર્મીઓ પર તવાઇ, સોલા તોડકાંડ બાદ અમદાવાદ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય- Gujarat Post

અમદાવાદઃ સોલા પોલીસે એરપોર્ટથી ઘરે જઇ રહેલા દંપત્તિ પાસે તોડ કર્યાં બાદ પોલીસ કમિશનર એક્શન મોડમાં આવી ગયા છે. અને આવી ઘટનાઓ ન બને તે માટે એક એસઓપી જાહેર કરી છે. અમદાવાદ શહેર પોલીસને ખાસ સૂચનાઓનો અમલ ફરજિયાતપણે કરવાનું જણાવાયું છે. ઉપરાંત ડીસીપીને રાત્રે ચેકિંગ કરવાની સૂચના, નાઈટમાં પોલીસ કર્મચારી નેમ પ્લેટ સાથે યુનિફોર્મમાં રહે તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. ફાળવેલા પોઈન્ટ પર પોલીસકર્મીએ હાજર રહેવું પડશે. નાગરિકોને ખોટી રીતે હેરાન કરનાર સામે પગલાં લેવાશે અને રાત્રે મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસકર્મીઓ તૈનાત કરવાનું જણાવ્યું છે. સોલા તોડકાંડની ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી. જે બાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આ આદેશ કરવામાં આવ્યાં છે.

થોડા દિવસો પહેલા રાત્રે એરપોર્ટથી ઘરે જતા દંપતી પાસેથી 60 હજાર રૂપિયાનો તોડ કરનાર પોલીસ કર્મચારીઓ સામે હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ થઈ હતી. આ અંગે હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનરને વિગતવાર રિપોર્ટ સોંપવા આદેશ કર્યો હતો.સુઓમોટો અરજી દરમિયાન સ્વીકાર કર્યો છે કે, પોલીસ કર્મચારીઓએ એ તોડ કર્યો હોવાના પુરાવા મળ્યાં છે. આ કેસમાં સંડોવાયેલા બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે, એકને નોકરીમાંથી બરતરફ કરાયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch