Sat,18 May 2024,4:58 pm
Print
header

જય શ્રી રામ....અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દેશમાં અડધા દિવસની રજા જાહેર

અયોધ્યાઃ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એટલે કે 22 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં અડધા દિવસની રજા રહેશે. કેન્દ્ર સરકારે 22 જાન્યુઆરીએ અડધા દિવસની રજાનો આદેશ જારી કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓની તીવ્ર લાગણી અને તેમની વિનંતીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે.

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 22 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યા સુધી દેશભરની તમામ કેન્દ્રીય સરકારી કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓમાં અડધા દિવસની રજા રહેશે. જેથી લોકો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશે.

પીએમ મોદીએ મંદિરના ઉદ્ઘઘાટનની તૈયારીઓને લઈને તમામ મંત્રીઓ પાસેથી ફીડબેક લીધા છે. મંત્રીઓને દિવાળીની જેમ ઉજવણી કરવાનું કહેવામાં આવ્યું છે. તેમને 22 જાન્યુઆરીએ તેમના ઘરમાં દીવા પ્રગટાવવા અને ગરીબોને ભોજન આપવાનું કહેવામાં આવ્યું છે. 22 જાન્યુઆરી પછી તેમના સંસદીય ક્ષેત્રના લોકોને ટ્રેનમાં અયોધ્યા મોકલવામાં આવે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch