Fri,17 May 2024,2:04 pm
Print
header

કતારમાં ભારતીય નૌકાદળના 8 પૂર્વ અધિકારીઓને ફાંસીની સજા, ભારત આ નિર્ણયને પડકારશે

કતારઃ અરબ દેશ કતારમાં ગુરુવારે આઠ ભારતીયોને ફાંસીની  સજા સંભળાવવામાં આવી છે.આ તમામ પર જાસૂસીનો આરોપ છે. ગત સપ્ટેમ્બર મહિને ભારતીય નેવીના 8 ભૂતપૂર્વ અધિકારીઓની જાસૂસીના આરોપમાં કતારમાં ધરપકડ કરવામાં આવી હતી.આ મામલામાં ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે મૃત્યુદંડના નિર્ણયથી અમે આશ્ચર્યચકિત છીએ. વિગતવાર નિર્ણયની રાહ જોવાઈ રહી છે.

વિદેશ મંત્રાલયે કહ્યું અમે તેમના પરિવારના સભ્યો અને કાનૂની ટીમના સંપર્કમાં છીએ અને તમામ કાયદાકીય વિકલ્પો શોધી રહ્યાં છીએ. અમે આ બાબતને ખૂબ જ મહત્વપૂર્ણ માનીએ છીએ અને તેના પર નજર રાખી રહ્યાં છીએ. તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાય પૂરી પાડવાનું ચાલુ રાખશે.આ નિર્ણયને કતારી સત્તાવાળાઓ સામે ઉઠાવશે.

ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ

આ તમામ અધિકારીઓ ભારતીય નૌકાદળમાં અલગ-અલગ પોસ્ટ પર કામ કરી ચૂક્યાં છે. તેમના પર ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ છે. તેમને એક સમયે મોટા ભારતીય યુદ્ધ જહાજોને કમાન્ડ કર્યાં હતા. તેઓ દહરા ગ્લોબલ ટેક્નોલોજી અને કન્સલ્ટન્સી સર્વિસ માટે કામ કરી રહ્યાં હતા. આ એક ખાનગી પેઢી છે, જે કતારના સશસ્ત્ર દળોને તાલીમ અને સંબંધિત સેવાઓ પૂરી પાડે છે.

આ 8 ભારતીયોના નામ

આ આઠ પૂર્વ મરીનનાં નામ છે કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશ છે. તેમની  જામીન અરજી અનેક વખત ફગાવી દેવામાં આવી છે. કતારના અધિકારીઓએ તેમની કસ્ટડી વધારી દીધી હતી. ગુરુવારે કતારની કોર્ટે તેમને ફાંસીની સજા સંભળાવી હતી. ભારતીય એજન્સીઓ હવે આ મામલાને સંભવિત ઉચ્ચ સ્તરે ઉઠાવશે. પરંતુ કતાર સરકારે આ મુદ્દે કોઈ નમ્રતા દર્શાવી નથી. ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારીઓને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી દ્વારા ફસાવવામાં આવ્યાંની આશંકા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch