Sat,18 May 2024,2:51 pm
Print
header

સગડી બની ગઈ કાળ...પટિયાલામાં ઠંડીથી બચવા રૂમમાં સગડીનો ઉપયોગ કરનારા પતિ, પત્ની અને બે બાળકોનાં મોત

આખો પરિવાર વિખેરાઇ ગયો, બે સંતાનોના પણ મોત

પંજાબઃ પટિયાલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા મરકલ કોલોનીમાં એક પરિવારના ચાર સભ્યોનાં મોત થઇ ગયા છે. જેઓ ઠંડીથી બચવા માટે પોતાના રૂમમાં સગડી સળગાવીને સૂઈ રહ્યાં હતા, તેમનું શ્વાસ રૂંધાવાથી મોત થયું છે. મૃતકોમાં પતિ, પત્ની અને બે નાના બાળકોનો સમાવેશ થાય છે.

પોલીસે મૃતદેહોનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં છે. મૃતકોમાં મૂળ બિહારના શાહબાઝ ખાન (ઉ.વ-29), તેમના પત્ની ઝરીના ખાન (ઉ.વ-25), પાંચ વર્ષની પુત્રી રુકૈયા અને ત્રણ વર્ષનો પુત્ર અરમાનનો સમાવેશ થાય છે.

પોલીસ સ્ટેશન કોતવાલીના જણાવ્યાં અનુસાર શાહબાઝ ખાન પટિયાલાની મરકલ કોલોનીમાં ભાડે રૂમ લઈને તેમની પત્ની અને બે નાના બાળકો સાથે રહેતા હતા. તે દુકાનોમાં પાણી પહોંચાડતા હતા. કામ પરથી પરત ફર્યાં બાદ પરિવાર સાથે રાત્રિ ભોજન કર્યું હતું. અને બાદમાં તેઓ સુઇ ગયા હતા. જ્યારે સામેના રૂમમાં ભાડે રહેતા પરિવારને લાંબા સમય સુધી શાહબાઝ ખાનના રૂમમાંથી કોઈ અવાજ ન સંભળાયો કે તો તેમને શંકા ગઇ હતી.

માહિતી મળ્યાં બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને રૂમનું તાળું તોડીને અંદર ગયા તો પરિવારના ચારેય સભ્યો બેભાન અવસ્થામાં હતા. તેઓને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તપાસ કર્યાં બાદ તમામને મૃત જાહેર કર્યાં હતા. પોલીસના જણાવ્યાં અનુસાર આ બનાવ રાત્રે 10.30 વાગ્યાની આસપાસનો હતો.

ડોકટરો શું કહે છે ?

ડોક્ટરોના મતે કોલસાની સગડી સળગાવવાથી કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવા ખતરનાક વાયુઓ બહાર આવે છે. જે રૂમમાં સગડી પ્રગટાવવામાં આવે છે તે બંધ હોય તો ઓક્સિજન બહારથી આવી શકતો નથી. જેના કારણે રૂમમાં હાજર લોકોને ગૂંગળામણ થઈ શકે છે. તે રૂમમાં લાંબા સમય સુધી રહેવાથી મૃત્યું થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch