Tue,07 May 2024,1:31 am
Print
header

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતની બે દિવસીય મુલાકાતે, NeVA પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘઘાટન

ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે, રાષ્ટ્રપતિ મુર્મુ મંગળવારે સાંજે ગાંધીનગર પહોંચ્યાંં છે, અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતુ. 13મી સપ્ટેમ્બરે તેઓ નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન (NeVA) પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન કરશે.તેઓ ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના સભ્યોને સંબોધશે. રાષ્ટ્રપતિ મુર્મુ બુધવારે રાજભવનથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની 'આયુષ્માન ભવ' પહેલને ઓનલાઈન લોન્ચ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વન નેશન, વન એપ્લિકેશન'ના ખ્યાલથી પ્રેરિત, NeVA પ્રોજેક્ટ એ વિધાનસભાની કાર્યવાહીને પેપરલેસ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન (NeVA) એ ભારત સરકારના 'ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ' હેઠળના 44 મિશન મોડ પ્રોજેક્ટ્સ (એમએમપી) માંથી એક છે, જેનો ઉદ્દેશ તમામ રાજ્ય વિધાનસભાઓની કામગીરીને 'ડિજિટલ ગૃહોમાં પરિવર્તિત કરીને પેપરલેસ બનાવવાનો છે.

અત્યાર સુધીમાં 21 રાજ્ય એસેમ્બલીઓએ NeVA ના અમલીકરણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યાં છે, 17 એસેમ્બલી માટે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.તેમજ પ્રોજેક્ટના અમલીકરણ માટે તેમને ભંડોળ પણ બહાર પાડવામાં આવ્યું છે.17 માંથી નવ વિધાનસભાઓ પહેલેથી જ સંપૂર્ણપણે ડિજિટલ થઈ ગઈ છે, NeVA પ્લેટફોર્મ પર લાઈવ થઈ ગઈ છે.તેમનું તમામ કામ ડિજિટલ અને પેપરલેસ રીતે થઈ રહ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch