Sat,27 July 2024,3:24 pm
Print
header

ઈમરજન્સીથી લઈને એક વોટથી અટલજીની સરકારના પતન સુધીની વાત, મોદીએ સંકટના સમયગાળાનો કર્યો ઉલ્લેખ

નવી દિલ્હીઃ સંસદના વિશેષ સત્રમાં વડાપ્રધાન મોદીએ લોકસભામાં ગૃહની જૂની યાદો તાજી કરી હતી. દરમિયાન તેમણે સરકારોના કાર્યકાળને યાદ કરતાં તે સમયનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં દેશ અને પક્ષો સામે એક મોટું સંકટ ઊભું થયું હતું. મોદીએ ઈન્દિરા સરકાર દરમિયાન લાદવામાં આવેલી ઈમરજન્સી વિશે વાત કરી અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સરકારના સમયને પણ યાદ કર્યો હતો, જ્યારે તેમની સરકાર એક મતથી પડી ગઈ હતી.

ઈમરજન્સી પર શું કહ્યું મોદીએ ?

પીએમ મોદીએ કહ્યું કે આ ગૃહમાં ઈમરજન્સીના રૂપમાં દેશની લોકશાહી પર હુમલો કરવામાં આવ્યો અને લોકશાહીની મજબૂત વાપસી પણ આ ગૃહમાં જોવા મળી. નરસિમ્હા રાવ ઘરે જવાની તૈયારી કરી રહ્યાં હતા પરંતુ આ ગૃહમાંથી તેઓ આગામી પાંચ વર્ષ માટે દેશના પીએમ બની ગયા હતા.

PM મોદીએ અટલ સરકાર પર શું કહ્યું ?

મોદીએ કહ્યું કે અટલજીની સરકાર આ ગૃહમાં એક વોટથી પરાજિત થઈ હતી અને આજે નાના પક્ષોએ આ લોકશાહીને સુંદર બનાવી છે. અટલજીના એ શબ્દોને યાદ કર્યાં જેમાં તેમણે કહ્યું હતું કે 'સરકારો આવશે અને જશે, પાર્ટીઓ બનશે અને બગડશે, પરંતુ આ દેશ રહેવો જોઈએ.વર્ષ 2000માં અટલજીની સરકાર દરમિયાન ત્રણ રાજ્યોની રચના કરવામાં આવી હતી. જેની સૌએ ઉજવણી કરી હતી.

મોદીએ સંસદીય ઈતિહાસની મહત્વપૂર્ણ ક્ષણો ગણાવી

પંડિત નેહરુના કાર્યકાળ દરમિયાન જ્યારે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર મંત્રી હતા, ત્યારે દેશમાં શ્રેષ્ઠ પ્રથાઓ લાગુ કરવા માટે ઘણું કામ કરવામાં આવ્યું હતું. આંબેડકર હંમેશા કહેતા કે દેશમાં સામાજિક સમાનતા માટે દેશમાં ઔદ્યોગિકીકરણ ખૂબ જ જરૂરી છે. જે ઔદ્યોગિક નીતિ લાવવામાં આવી હતી તે આજે પણ ઉદાહરણ છે. લાલ બહાદુર શાસ્ત્રીએ આ ગૃહમાંથી 65ના યુદ્ધમાં દેશના જવાનોને પ્રેરણા આપી હતી અને અહીંથી જ તેમણે હરિયાળી ક્રાંતિનો પાયો નાખ્યો હતો. ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં આ ગૃહમાં બાંગ્લાદેશની મુક્તિ અને તેના સમર્થનનું આંદોલન પણ ચાલ્યું હતું.આ ગૃહમાં જ ઇમરજન્સીના રૂપમાં દેશની લોકશાહી પર પ્રહાર કરવામાં આવ્યો હતો. આ ગૃહ હંમેશા એ હકીકત માટે ઋણી રહેશે કે મતદાનની ઉંમર 21 થી ઘટાડીને 18 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ગૃહે ગઠબંધન સરકારો જોઈ છે.

કોરોના સમયગાળાનો ઉલ્લેખ કર્યો

પીએમ મોદીએ કોવિડ સમયગાળા દરમિયાન ગૃહમાં પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે કોવિડ સમયગાળા દરમિયાન તમામ ગંભીર સમસ્યાઓ હોવા છતાં, બંને ગૃહોના સાંસદો હાજર રહ્યાં હતા. કોવિડ ટેસ્ટિંગ થયું, માસ્ક પણ પહેરવામાં આવ્યું પરંતુ કોઈ કામ અટક્યું નહીં. તેમને પોતાની સરકારની કામગીરીના વખાણ કર્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch