Fri,17 May 2024,1:43 pm
Print
header

BIG NEWS- પાકિસ્તાનમાં મોટો ફિદાયીન આતંકવાદી હુમલો, હુમલાખોરો મિયાંવાલી એરબેઝમાં ઘૂસ્યા, જોરદાર ગોળીબાર

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ફરી એકવાર આતંકીઓએ એરફોર્સ બેઝ પર હુમલો કર્યો છે. પંજાબના મિયાંવાલીમાં પાકિસ્તાન એરફોર્સ બેઝમાં આત્મઘાતી બોમ્બર સહિત હથિયારોથી સજ્જ આતંકવાદીઓ ઘૂસ્યા છે. બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો. તેનો એક વીડિયો આવ્યો છે. જેમાં એરબેઝની અંદર જોરદાર જ્વાળાઓ દેખાઈ રહી છે. અત્યાર સુધીમાં એક હુમલાખોર માર્યો ગયો છે. તહરીક-એ-જેહાદ નામના સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે.

TJPએ જવાબદારી લીધી

તહરીક-એ-જેહાદ પાકિસ્તાન (TJP)ના પ્રવક્તા મુલ્લા મુહમ્મદ કાસિમે મિયાંવાલી એરબેઝ પર હુમલાની જવાબદારી સ્વીકારી છે અને દાવો કર્યો છે કે ઘણા આત્મઘાતી હુમલાખોરો પણ સામેલ છે. સ્થાનિક રહેવાસીઓએ સોશિયલ મીડિયા પર વીડિયો ફૂટેજ પોસ્ટ કરીને હુમલાની પુષ્ટિ કરી છે. આતંકવાદી જૂથે એવો પણ દાવો કર્યો છે કે તેમને બેઝ પર હાજર એક ટેન્કને નષ્ટ કરી દીધી છે. હાલમાં એરબેઝ પર પાકિસ્તાની સુરક્ષા દળો વિરુદ્ધ ઓપરેશન ચાલી રહ્યું છે.

બંને તરફથી ભારે ગોળીબાર

એવું કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ મિયાંવાલીમાં પાકિસ્તાન એરબેઝની વાડની દીવાલો પાર કરવા માટે સીડીનો ઉપયોગ કર્યો હતો અને પછી અંદર ઘૂસીને હુમલો શરૂ કર્યો અને અનેક બોમ્બ બ્લાસ્ટ પણ કર્યાં હતા.આત્મઘાતી હુમલાખોરો વિરુદ્ધ પાકિસ્તાની સેનાનું ઓપરેશન ચાલુ છે અને બંને તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે.

પાકિસ્તાની સેનાનું નિવેદન

પાકિસ્તાન આર્મી (ISPR) એ આ હુમલાને લઈને એક નિવેદન જારી કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે 4 નવેમ્બર, 2023 ના રોજ વહેલી સવારે પાકિસ્તાન એરફોર્સના મિયાંવાલી ટ્રેનિંગ એરબેઝ પર એક આતંકવાદી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સૈનિકો દ્વારા તાત્કાલિક પ્રતિસાદ આપીને કર્મચારીઓ અને સંપત્તિની સલામતીને સુનિશ્ચિત કરીને હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. સુરક્ષા જવાનોએ અસાધારણ હિંમત દાખવીને 3 આતંકીઓને બેઝમાં પ્રવેશતા પહેલા ઠાર માર્યાં હતા, જ્યારે બાકીના 3 આતંકીઓને સૈનિકોએ ઘેરી લીધા હતા.હુમલા દરમિયાન જમીન પર પહેલાથી જ ઉભેલા ત્રણ ફાઇટર પ્લેન અને એક ફ્યુઅલ બાઉઝરને નુકસાન થયું હતું. વિસ્તારને સંપૂર્ણ રીતે ખાલી કરાવવા માટે મોટાપાયે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે મિયાંવાલી એ જ એરબેઝ છે જ્યાં ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમની પાર્ટીના સમર્થકોએ હુમલો કર્યો હતો. પ્રદર્શનકારીઓએ એરબેઝની બહાર એક એરક્રાફ્ટના સ્ટ્રક્ચરને પણ આગ લગાવી દીધી હતી.

આ પહેલા શુક્રવારે સુરક્ષા દળોને લઈ જઈ રહેલા બે વાહનો પર આતંકી હુમલો થયો હતો, જેમાં 14 પાકિસ્તાની સૈનિકો માર્યાં ગયા હતા. ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યારે સુરક્ષા કાફલો ગ્વાદર જિલ્લાના પાસનીથી ઓરમારા તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch