Sat,11 May 2024,8:23 am
Print
header

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ફરી ઝેર ઓક્યું, કાશ્મીર મુદ્દે સમાધાન વગર દક્ષિણ એશિયામાં શાંતિ અસંભવ

પાકિસ્તાનનો નવો પેંતરો, અન્ય દેશોની ફરીથી ઉશ્કેરણી કરી 

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશીએ ફરી એક વખત કાશ્મીર મુદ્દે ઝેર ઓક્યું છે. તેમણે કઝાકિસ્તાનમાં બહુપક્ષીય બેઠકમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવીને કહ્યું, ભારત સાથે કાશ્મીર મુદ્દાના સમાધાન વગર દક્ષિણ એશિયામાં કાયમી શાંતિ શક્ય જ નથી. કુરૈશીએ આ સંમેલનમાં વિદેશ મંત્રીઓની છઠ્ઠી બેઠકને સંબોધિત કરતાં આ ટિપ્પણી કરી.

કુરૈશીએ કહ્યું,જ્યાં સુધી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો અને કાશ્મીરી લોકોની ઈચ્છા મુજબ જમ્મુ-કાશ્મીરનો મુખ્ય વિવાદ હલ નહીં થાય ત્યાં સુધી દક્ષિણ એશિયામાં કાયમી શાંતિ નહીં રહે. ભારત પાકિસ્તાનને વારંવાર કહી ચુક્યું છે કે, જમ્મુ કાશ્મીર હંમેશાથી ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. ભારતે પાકિસ્તાનને વાસ્તવિકતાનો સ્વીકાર કરવા અને ભારત વિરોધી દુષ્પ્રચાર રોકવાની સલાહ આપી છે. તેમ છંતા પાકિસ્તાન તેની કરતૂતો દુનિયા સામે લાવી રહ્યું છે.

ભારતે પાકિસ્તાનને કહ્યું કે, તેઓ આતંક, શત્રુતા અને હિંસાથી મુક્ત વાતાવરણમાં ઈસ્લામાબાદ સાથે સામાન્ય પડોશી સંબંધ ઈચ્છે છે. આતંકવાદ અને શત્રુતાથી મુક્ત વાતાવરણ બનાવવાની જવાબદારી પાકિસ્તાનની છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch