Sat,18 May 2024,4:16 pm
Print
header

મહેસાણાઃ ખેરાલુમાં પતંગ લૂંટવા જતો 10 વર્ષીય બાળક પડ્યો કૂવામાં, પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ

    મહેસાણામાં પતંગ લૂંટવા જતા બાળક કૂવામાં પડ્યો

    રાહુલ જીતુભાઈ વણઝારાના મોતથી પરિવારમાં માતમ

મહેસાણાઃ ખેરાલુના મોટી હિરવાણી ગામે 10 વર્ષીય બાળક પતંગ લૂંટવા જતા કૂવામાં પડી જતા તેનું મોત થયું છે. રાહુલ વણઝારા નામનો બાળક પતંગ લૂંટવાની જતા કૂવામાં પડી ગયો હતો. આ બાબતની ગ્રામજનોને જાણ થતા કાઢવા તજવીજ હાથ ધરી હતી, આખરે બાળકને મૃત બહાર કઢાયો હતો. બાળકને કૂવામાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ખેરાલુના મોટી હિરવાણી ગામના જીતુભાઈ વણઝારાના પુત્ર રાહુલનું કુવામાં પડી જવાથી મોત થયું છે. ઉત્તરાયણના તહેવાર પર પુત્રનું અકાળે મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ખેરાલુ પોલીસને જાણ થતા કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. આ તહેવારમાં થોડી બેદરકારી જીવલેણ નીવડી શકે છે. ત્યારે ઉત્તરાયણ પણ વાલીઓએ પણ પોતાના સંતાનોનું ધ્યાન રાખવું જરૂરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch