Fri,17 May 2024,2:04 pm
Print
header

EDને મોટી સફળતા, મહાદેવ એપના માલિક રવિ ઉપ્પલની અટકાયત, દુબઈથી ભારત લાવવાની તૈયારીઓ

નવી દિલ્હી: મહાદેવ એપ કેસમાં ભારતીય તપાસ એજન્સીને મોટી સફળતા મળી છે. મુખ્ય આરોપી રવિ ઉપ્પલની દુબઈમાં અટકાયત કરવામાં આવી છે. ઇન્ટરપોલ દ્વારા જારી કરાયેલી રેડ કોર્નર નોટિસને આધારે તેની અટકાયત કરવામાં આવી છે.

ઉપ્પલને ભારત લાવવા માટે ED દુબઈની એજન્સીના સંપર્કમાં છે. મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપના બે મુખ્ય માલિકોમાંના એક રવિ ઉપ્પલને EDના આદેશ પર ઈન્ટરપોલ દ્વારા જારી કરાયેલી રેડ કોર્નર નોટિસને આધારે દુબઈમાં સ્થાનિક પોલીસે અટકાયતમાં લીધો છે.

ED દુબઈના અધિકારીઓના સંપર્કમાં

43 વર્ષીય ઉપ્પલની ગયા અઠવાડિયે અટકાયત કરવામાં આવી હતી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ તેને ભારતમાં લાવવા દુબઈના અધિકારીઓના સંપર્કમાં છે, છત્તીસગઢ પોલીસ, મુંબઈ પોલીસે અને ED છેલ્લા ઘણા સમયથી આરોપીને શોધી રહ્યાં હતા.

ઉપ્પલ પર મની લોન્ડરિંગનો આરોપ

ઇડીએ ઓક્ટોબરમાં છત્તીસગઢના રાયપુરમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ વિશેષ કોર્ટ સમક્ષ ઉપ્પલ અને ઇન્ટરનેટ આધારિત પ્લેટફોર્મના અન્ય પ્રમોટર સૌરભ ચંદ્રાકર સામે મની લોન્ડરિંગ ચાર્જશીટ દાખલ કરી હતી. ઇડીની વિનંતીના આધારે ઇન્ટરપોલ દ્વારા રેડ નોટિસ જારી કરવામાં આવી હતી. એજન્સીએ ચાર્જશીટમાં કોર્ટને માહિતી આપી હતી કે ઉપ્પલે પોતાની ભારતીય નાગરિકતા છોડી ન હોવા છતાં એક દેશનો પાસપોર્ટ લીધો હતો.

લાંચ આપવાનો પણ આરોપ

આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ઉપ્પલ પોલીસના સહાયક સબ-ઇન્સ્પેક્ટર અને કેટલાક અન્ય લોકો દ્વારા છત્તીસગઢના અમલદારો અને રાજકારણીઓને લાંચના નાણાંની ડિલિવરી પર દેખરેખ રાખતો હતો. ED મુજબ, આ કેસમાં ગોટાળાની આવક આશરે ₹6,000 કરોડ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch