Sat,18 May 2024,11:23 am
Print
header

ભાજપની લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, 195 નામોમાં મોદી, શાહ સહિતના દિગ્ગજોનો સમાવેશ

સ્વ.સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજની ટિકિટ મળી

નવી દિલ્હીઃ ભાજપે લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં પીએમ મોદી સહિત 34 કેન્દ્રીય મંત્રીઓનાં નામ સામેલ છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે પીએમ મોદીની અધ્યક્ષતામાં 29 ફેબ્રુઆરીએ મળેલી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા સીટો માટેના ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે. વિનોદ તાવડેએ કહ્યું કે પીએમ મોદી ફરી એકવાર વારાણસીથી ચૂંટણી લડશે. અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે.

ભાજપની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશના 51, પશ્ચિમ બંગાળના 20, મધ્યપ્રદેશના 24, ગુજરાતના 15, રાજસ્થાનના 15, કેરળના 12, તેલંગાણાના 9, આસામના 11, ઝારખંડના 11, છત્તીસગઢના 11, દિલ્હીના 11 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરની 5, ઉત્તરાખંડની 3, અરુણાચલની 2, ગોવાની 1, ત્રિપુરાની 1, આંદામાનની 1, દમણ અને દીવની 1 બેઠક માટે ઉમેદવારોના નામ સામેલ છે.

દિલ્હીની પાંચ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ચાર સાંસદોની ટિકિટ કપાઇ છે.આ યાદીમાં 34 કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓના નામ પણ છે. આ સિવાય સ્વ.સુષ્મા સ્વરાજના પુત્રીને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે.ચાંદની ચોકથી પ્રવીણ ખંડેલવાલ, નોર્થ ઈસ્ટ દિલ્હી સીટથી મનોજ તિવારી, નવી દિલ્હી સીટથી બાંસુરી સ્વરાજ, પશ્ચિમ દિલ્હી બેઠકથી કમલજીત સેહરાવત અને દક્ષિણ દિલ્હી બેઠક પર રામવીર સિંહ બિધુરી ચૂંટણી લડશે.

આ વખતે મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણને વિદિશા અને જ્યોતિરાદિત્ય સિંધિયાને ગુનાથી ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની ટિકિટ કપાઇ છે. 

 

 

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch