Thu,09 May 2024,1:53 am
Print
header

જાણો, ઉનાળામાં દૂધીનો જ્યૂસ તમારા સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે - Gujarat Post

ઉનાળામાં તાપમાન વધવાની સાથે લોકોનું બ્લડ પ્રેશર પણ ધીમે ધીમે વધવા લાગે છે. ગરમીની સાથે સ્ટ્રેસ અને ડીહાઈડ્રેશનના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો હાયપરટેન્શનને સમયસર કાબૂમાં લેવામાં ન આવે તો હાર્ટ એટેક, સ્ટ્રોક જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હાઈ બીપીને નિયંત્રિત કરવા માટે વિવિધ ઉપાયો અપનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે ઇચ્છો તો દૂધીનું સેવન કરી શકો છો. ઔષધીય ગુણોથી ભરપૂર દૂધી હૃદય, લીવર વગેરેને સ્વસ્થ રાખવાની સાથે હાઈ બીપી તેમજ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, વજન વગેરેને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

હાયપરટેન્શન ધરાવતા 50% લોકો જાણતા નથી કે તેમને હાઈ બ્લડ પ્રેશર છે.આવી સ્થિતિમાં જો વારંવાર માથાનો દુખાવો થતો હોય, વધુ ટેન્શન રહેતું હોય, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, નસોઓમાં કળતર હોય, દરેક બાબતમાં ગુસ્સો આવતો હોય તો સમજી લેવું કે તમે હાઈ બીપીના શિકાર છો.

હાઈ બ્લડ પ્રેશર માટે દૂધી કેવી રીતે અસરકારક રહેશે

આયુર્વેદમાં દૂધીનું ઘણું મહત્વ છે.ઔષધીય ગુણોથી ભરપૂર દૂધીમાં પ્રોટીન, વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક જેવા પોષક તત્વો મળી આવે છે. તેમાં જોવા મળતા પોટેશિયમ અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ આ રીતે દૂધીનો રસ પીવો

દૂધીની છાલ સાથે નાના ટુકડા કરી બ્લેન્ડરમાં નાખો. આ સાથે તેમાં ફુદીનો, કોથમીર નાખીને પીસીને ગાળીને તેનો રસ કાઢો. આ પછી તેમાં થોડો લીંબુનો રસ મિક્સ કરો અને રોજ સવારે તેનું સેવન કરો.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીની કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar