અગાઉ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અફડા તફડી ફેલાવવાની આપી હતી ધમકી
કેનેડાઃ ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર વીડિયો જાહેર કરીને ભારતને ધમકી આપી છે. પન્નુનો આ વીડિયો અમદાવાદમાં યોજાનારી વર્લ્ડકપની ફાઈનલ મેચ સાથે સંબંધિત છે, થોડા દિવસો પહેલા પણ તેને આવી જ ધમકી આપી હતી. ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર વીડિયોમાં Shutdown worldcup જેવી વાતો કહી છે
આઈએસઆઈ પાસેથી લેખિત સ્ક્રિપ્ટ મળી રહી છે
ગુરુપતવંત સિંહ પન્નુ ભારત વિરુદ્ધ ઝેરીલા વીડિયો જાહેર કરતો રહે છે. આ વખતે પન્નુએ આવો વીડિયો જાહેર કર્યો છે અને તેમાં પન્નુએ જે વાતો કહી છે તે સાબિત કરવા માટે પૂરતી છે કે પન્નુ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના નિર્દેશો પર કામ કરી રહ્યો છે. પન્નુને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIના K-2 ડેસ્ક પરથી લખેલી સ્ક્રિપ્ટ મળી છે, જેને તે વાંચીને વીડિયો રિલીઝ કર્યો છે.
પન્નુએ અમદાવાદમાં યોજાઈ રહેલા વર્લ્ડ કપને લઈને એક વીડિયો જાહેર કર્યો છે અને એક વખત ફરી વીડિયોમાં તે ધમકી આપતા Shutdown Worldcup જેવી વાતો કરી રહ્યો છે. વીડિયોમાં પન્નુ 1984ના શીખ હત્યાકાંડ અને ગુજરાત રમખાણોને ટાંકીને શીખો અને મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. આ વીડિયોમાં તે ગાઝા પર ભારતના સ્ટેન્ડનો ખોટો પ્રચાર કરી રહ્યો છે. તેની આડમાં તે ભારતના મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વીડિયો જોઈને અને પન્નુની વાત સાંભળીને સુરક્ષા એજન્સીઓ RAW, દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને NIA વીડિયોની તપાસ કરી રહ્યાં છે.
શું નવી રીતે ભારત પર હુમલો કરવાનું નવું ષડયંત્ર છે ?
એવો દાવો કરવામાં આવે છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ ભારતમાં આતંકવાદ અને અશાંતિ ફેલાવવા માટે એક અલગ ડેસ્ક તૈયાર કર્યું છે, જેમાં આઈએસઆઈના ઉચ્ચ અધિકારીઓ, ખાલિસ્તાનીઓ અને કાશ્મીરી આતંકવાદીઓ સામેલ છે, જેમાં K-2 એટલે ખાલિસ્તાન-કાશ્મીર. K-2 ડેસ્ક દ્વારા ISI અધિકારીઓ ખાલિસ્તાની આતંકવાદીઓ અને કાશ્મીરી ઈસ્લામિક આતંકવાદીઓને એક મંચ પર લાવીને ભારતમાં આતંકવાદી હુમલાઓનું ષડયંત્ર રચી રહ્યાં છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
દુનિયા ફરીથી ચિંતિત....ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય રોગ, ભારતે પણ જાહેર કરી એડવાઈઝરી | 2023-11-27 09:10:29
અમેરિકામાં 3 પેલેસ્ટિયન વિદ્યાર્થીઓને ગોળી મારવામાં આવી, પરિવારોએ કરી ન્યાયની માંગ | 2023-11-27 08:43:58
હમાસે 39 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં 13 ઇઝરાયેલી બંધકોને મુક્ત કર્યાં, 7 વિદેશીઓનો પણ છૂટકારો | 2023-11-26 09:12:37
પાકિસ્તાનના કરાંચીના એક શોપિંગ મોલમાં લાગી આગ, 11 લોકોનાં મોત થઇ ગયા | 2023-11-25 17:05:26
વિદેશમાં વધુ એક હત્યા....અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને કરાઇ હત્યા, યુએસ પોલીસે તપાસ હાથ ધરી | 2023-11-24 08:12:01
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55