વોશિંગ્ટનઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એશિયા-પેસિફિક ઇકોનોમિક કો-ઓપરેશન સમિટમાં ભાગ લેવા અમેરિકા પહોંચ્યાં હતા, છ વર્ષ પછી તેઓ અહીં પહોંચ્યાં હતા. બાઇડેન સાથે તેમને તાઇવાન, યુક્રેન-રશિયા, પેલેસ્ટાઇન-ઇઝરાયેલ યુદ્ધ સહિતના મુદ્દે ચર્ચા કરી હતી. બીજી તરફ આ મુલાકાત બાદ બાઇડેને કહ્યું કે જિનપિંગ આજે પણ ચીનને તાનાશાહની જેમ જ ચલાવી રહ્યાં છે. અગાઉ પણ તેમને જિનપિંગને તાનાશાહ કહ્યાં હતા. બાઇડેને રહ્યું કે અમારી સરકાર ચીનની સરકાર કરતા અલગ જ છે અને અમેરિકામાં માત્ર લોકશાહી છે.
શી જિનપિંગે કહ્યું કે ચીનનો અમેરિકા સાથે સ્પર્ધા કરવાનો ઇરાદો નથી, તેથી અમેરિકાની પણ ચીનને દબાવવાની કોઈ યોજના
નથી. જિનપિંગે કહ્યું કે ચીન પર અમેરિકાના પ્રતિબંધોને કારણે અમારા દેશોના હિતોને નુકસાન થયું છે. બીજી તરફ જો બાઇડેન જિનપિંગની મોંઘીદાટ કાર જોઇને પ્રભાવિત થયા હતા અને તેમને કારમાં અંદર જઇને જોયું હતુ અને કારના વખાણ કર્યાં હતા.
તાઇવાન મુદ્દે બંને દેશો વચ્ચે ચાલી રહ્યું છે ઘર્ષણ
ઓગસ્ટ 2022માં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના તત્કાલીન સ્પીકર નેન્સી પેલોસીએ તાઈવાનની મુલાકાત લીધી હતી, જે પછી ચીને આ મામલે વાંધો ઉઠાવીને અમેરિકાને ધમકી આપી હતી. ચીન તાઈવાન પોતાનો હિસ્સો હોવાનો દાવો કરી રહ્યું છે.
નેન્સી પેલોસીની મુલાકાત બાદ ચીને અમેરિકા સાથે સૈન્ય સંચાર બંધ કરી દીધો હતો.આ સિવાય ફેબ્રુઆરીમાં અમેરિકાએ એક શંકાસ્પદ બલૂનને તોડી પાડ્યું હતું અને ચીન પર અમેરિકાની જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી બંને દેશો વચ્ચે તનાવ વધી ગયો છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
Earlier, President Biden praised President Xi’s vehicle, “It’s a beautiful vehicle.”
— Shen Shiwei 沈诗伟 (@shen_shiwei) November 16, 2023
Xi showed Biden his Chinese Hongqi vehicle. pic.twitter.com/9TmdUK1Qx0
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
દુનિયા ફરીથી ચિંતિત....ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય રોગ, ભારતે પણ જાહેર કરી એડવાઈઝરી | 2023-11-27 09:10:29
અમેરિકામાં 3 પેલેસ્ટિયન વિદ્યાર્થીઓને ગોળી મારવામાં આવી, પરિવારોએ કરી ન્યાયની માંગ | 2023-11-27 08:43:58
હમાસે 39 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં 13 ઇઝરાયેલી બંધકોને મુક્ત કર્યાં, 7 વિદેશીઓનો પણ છૂટકારો | 2023-11-26 09:12:37
પાકિસ્તાનના કરાંચીના એક શોપિંગ મોલમાં લાગી આગ, 11 લોકોનાં મોત થઇ ગયા | 2023-11-25 17:05:26
વિદેશમાં વધુ એક હત્યા....અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને કરાઇ હત્યા, યુએસ પોલીસે તપાસ હાથ ધરી | 2023-11-24 08:12:01
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55