Fri,17 May 2024,5:51 pm
Print
header

ગાઝા શરણાર્થી શિબિર પર હુમલામાં 50 પેલેસ્ટિનિયન માર્યાં ગયા, ઇઝરાયલે હુમલાનું કારણ જણાવ્યું

તેલ અવીવઃ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ 25માં દિવસમાં પ્રવેશી ગયું છે. આ યુદ્ધમાં બંને તરફથી અત્યાર સુધીમાં લગભગ 9000 થી વધુ લોકો માર્યાં ગયા છે. લગભગ 15,000 લોકો ઘાયલ થયા છે. જ્યારે ગાઝા પટ્ટીના કેટલાક વિસ્તારોમાંથી લાખો લોકો બેઘર થયા છે. ઈઝરાયેલની સેનાએ હમાસના લડવૈયાઓ સામે હવાઈ હુમલાની સાથે જમીની હુમલા પણ શરૂ કરી દીધા છે.  ઈઝરાયેલે કહ્યું કે સીરિયન સેનાએ ગાઝાની જમીનની અંદર સુરંગોમાં રહેતા હમાસ લડવૈયાઓ પર જોરદાર હુમલો કર્યો છે.

ગાઝામાં ટનલનો નાશ કરવો એ ઇઝરાયેલી સેનાનું મુખ્ય લક્ષ્ય છે. કારણ કે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કર્યાં બાદ હમાસે ટનલ અભિયાન તેજ કર્યું છે. હમાસના લડવૈયાઓએ ગાઝામાં અનેક ટનલ નાંખી છે, જે ઈઝરાયેલ માટે મોટો ખતરો છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધ રોકવાની માંગ ફગાલી દીધી છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ જણાવ્યું કે ગત દિવસોમાં સંયુક્ત IDF લડાયક દળોએ આશરે 300 સ્થળો પર હુમલો કર્યો હતો, તેમાં શાફ્ટની નીચે ટેન્ક-વિરોધી મિસાઇલ અને રોકેટ લોન્ચ પોસ્ટ્સ તેમજ હમાસ આતંકવાદી સંગઠનની ભૂગર્ભ ટનલની અંદર લશ્કરી સંકુલનો સમાવેશ થાય છે.

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્થોની બ્લિંકને, ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂ સાથેની વાતચીતમાં, નાગરિકોને નુકસાન ઘટાડવા માટે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.ઇજિપ્ત રફાહ સરહદ ક્રોસિંગ ખોલવાની સાથે ગાઝાથી ઘાયલોની સારવાર શરૂ કરવા માટે તૈયાર છે. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે તેમના ઇઝરાયેલી સમકક્ષ બેન્જામિન નેતન્યાહુને નાગરિક જાનહાનિ ઘટાડવા માટે દરેક સંભવિત પગલાં લેવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ વચ્ચે યુએસ સ્ટેટ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન ઇઝરાયેલ સરકારના સભ્યો સાથે મુલાકાત કરશે. ઈજિપ્ત, જોર્ડન અને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયોએ ગાઝા પટ્ટીના ઉત્તર ભાગમાં આવેલા જબાલિયા શરણાર્થી શિબિર પર ઈઝરાયેલના હુમલાની નિંદા કરી છે, જેમાં 50 લોકો માર્યા ગયા હતા અને 150 થી વધુ ઘાયલ થયા હતા.

હમાસે બંધકોની મુક્તિને લઈને મોટું અપડેટ આપ્યું છે. તે આગામી થોડા દિવસોમાં બંધક બનાવવામાં આવેલા વિદેશી નાગરિકોને મુક્ત કરશે. હમાસની સશસ્ત્ર પાંખે ગાઝા પટ્ટીને ઈઝરાયેલી સેના માટે કબ્રસ્તાનમાં બદલવાની જાહેરાત કરી હતી. બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 25 દિવસ થઈ ગયા છે. જેમાં અત્યાર સુધીમાં 1400 ઈઝરાયેલના લોકોના મોત થયા છે. ઇઝરાયેલ સેના દ્વારા સતત હુમલામાં 8000 થી વધુ પેલેસ્ટિનિયન લોકોનાં મોત થયા છે.

IDFએ કહ્યું કે ઇઝરાયલી દળો ગાઝા પટ્ટીની અંદર હમાસના આતંકવાદીઓ સામે ભીષણ યુદ્ધ લડી રહ્યાં છે. ઈઝરાયેલની સેનાએ ઉત્તરી ગાઝામાં સ્થિત હમાસની આતંકવાદી ચોકીઓ પર હુમલો કર્યો, જેમાં ઘણા આતંકવાદીઓ માર્યાં ગયા હતા. સેનાએ અહીંથી ઘણા વિસ્ફોટક ઉપકરણો પણ જપ્ત કર્યા છે, જેમાં ટેન્ક વિરોધી મિસાઈલ, લોન્ચિંગ સેલ અને ઘણા આધુનિક યુદ્ધ ઉપકરણો સામેલ છે.

ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે તેઓએ હમાસની સેન્ટ્રલ જબાલિયા બટાલિયનના કમાન્ડર ઈબ્રાહિમ બિઆરીને શરણાર્થી કેમ્પ પર હુમલામાં મારી નાખ્યાં છે. જ્યારે હમાસે આ દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કે શરણાર્થી શિબિરમાં તેનો કોઈ નેતા નથી

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch