Fri,17 May 2024,4:02 pm
Print
header

ગાઝામાં ભારતીય મૂળનો 20 વર્ષીય ઇઝરાયેલી સૈનિક શહીદ, તે હમાસ સામે યુદ્ધ લડી રહ્યો હતો

તેલ અવીવઃ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગાઝામાં ભારતીય મૂળના એક 20 વર્ષીય ઈઝરાયેલી સૈનિકનું મોત થયું છે. ભારતીય સમૂદાયના સભ્યો અને દિમોના શહેરના મેયરે બુધવારે આ માહિતી આપી હતી. 20 વર્ષીય સૈનિકની ઓળખ સ્ટાફ સાર્જન્ટ હેલેલ સોલોમન તરીકે થઈ છે, જે દક્ષિણ ઇઝરાયેલી શહેર ડિમોનાનો રહેવાસી છે. 

ડિમોના ઇઝરાયેલના દક્ષિણમાં આવેલું એક શહેર છે, જેને ઇઝરાયેલના પરમાણુ રિએક્ટર તરીકે માન્યતા આપવામાં આવી છે, પરંતુ કેટલાક લોકો તેને મિની ઇન્ડિયા પણ કહે છે, કારણ કે આ ટાઉનશીપમાં ભારતમાંથી મોટી સંખ્યામાં યહુદીઓ આવ્યાં છે. 

નેતન્યાહૂએ કહ્યું કે આ યુદ્ધ ચાલુ રહેશે

ગાઝામાં લડાઇમાં 11 ઇઝરાયેલી સૈનિકો માર્યાં ગયા છે, જેને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પીડાદાયક નુકસાન ગણાવ્યું હતું. અમે જાણીએ છીએ કે અમારો દરેક સૈનિક એક આખું વિશ્વ છે. ઇઝરાયેલના સમગ્ર લોકો તમને તમારા પરિવારોને અમારા હૃદયમાં લગાવ્યાં છે. ભારે દુઃખની આ ઘડીમાં અમે બધા તમારી સાથે છીએ.આપણા સૈનિકો યુદ્ધમાં આપણા ઘરો માટે શહીદ થયા છે. હું ઇઝરાયેલના નાગરિકોને વચન આપું છું કે અમે કામ પૂરું કરીશું, દુશ્મનોનો સફાયો કરી નાખીશું.

7 ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા દક્ષિણી સમુદાયો પર કરવામાં આવેલા જીવલેણ હુમલામાં 1,400 ઇઝરાયેલીઓ માર્યાં ગયા છે. હમાસે પણ આશ્ચર્યજનક ઘુસણખોરી દરમિયાન ઓછામાં ઓછા 240 લોકોને બંધક બનાવ્યાં હતા.અમેરિકા અને કેટલાક અન્ય પશ્ચિમી દેશોના ટેકાથી ઇઝરાયેલે હમાસ સામે યુદ્ધ જાહેર કર્યું હતું. ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ગાઝામાં 8 હજારથી વધુ લોકો માર્યાં ગયા છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch