Fri,17 May 2024,12:59 pm
Print
header

ઇઝરાયલી સેનાએ યુદ્ધ દરમિયાન કરી મોટી ભૂલ, પોતાના જ નાગરિકોને દુશ્મન સમજીને ગોળી મારી દીધી

તેલ અવીવઃ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને કારણે હજારો લોકોના મોત થયા છે. લાખો લોકો બેઘર છે. ઘણા લોકો ગુમ છે. દરમિયાન ઈઝરાયેલની સેનાએ શુક્રવારે એક મોટી ભૂલ કરી હતી. સેનાએ તેમના 3 નાગરિકોને જમીની કાર્યવાહી દરમિયાન ગોળી મારી દીધી હતી. તેઓને લાગ્યું કે તે તેમના દુશ્મન છે અને તેઓ જોખમમાં છે. જો કે ત્રણેયના મૃતદેહની તપાસ કરવામાં આવતા સેનાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

દુશ્મન સમજીને ગોળી મારી દીધી

જે ત્રણ લોકોને સેનાએ દુશ્મન માનીને ગોળી મારી હતી તે ઇઝરાયેલના નાગરિકો હતા. આ પછી સેનાએ ત્રણેય મૃતકોના પરિવારજનોની માફી માંગી અને પોતાની ભૂલ સ્વીકારી હતી. આ સાથે પરિવારની સંમતિ બાદ ત્રણેય મૃતકોની માહિતી શેર કરવામાં આવી છે. યોતમ હૈમ, જેનું 7 ઓક્ટોબરે શેજૈયામાં લડાઈ દરમિયાન હમાસ આતંકવાદી સંગઠન દ્વારા કિબુત્ઝ કાફ્ર અઝામાંથી અપહરણ કરવામાં આવ્યું હતું, બીજા નાગરિક સમીર તલાલ્કાનું 7 ઓક્ટોબરે હમાસ આતંકવાદી સંગઠન દ્વારા કિબુત્ઝ નિર આમથી અપહરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય ત્રીજો નાગરિક એલોન શમરિઝ છે, જેનું 7 ઓક્ટોબરે હમાસ આતંકવાદી સંગઠન દ્વારા કિબુત્ઝ કાફ્ર અઝાથી અપહરણ કરવામાં આવ્યું હતું.

આ દુર્ઘટના પછી IDFએ તરત જ ઘટનાની સમીક્ષા કરવાનું શરૂ કર્યું હતું. આ એક સક્રિય યુદ્ધ ક્ષેત્ર છે જેમાં છેલ્લા કેટલાક દિવસોથી લડાઈ ચાલી રહી છે. આ ઘટનામાંથી એક પાઠ શીખવા મળ્યો છે તે ફરીથી ન બને તે માટે તમામ જરૂરી સાવચેતી રાખવામાં આવશે. અન્ય એક નિવેદનમાં સેનાએ કહ્યું કે અમે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમારો ઉદ્દેશ ગુમ થયેલા લોકોને શોધવાનો અને તમામ બંધકોને ઘરે પરત કરવાનો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch