Fri,17 May 2024,3:13 pm
Print
header

હમાસ પર ઈઝરાયેલના હુમલા વધુ તીવ્ર, ગાઝા પટ્ટી બે ભાગમાં વહેંચાઈ ગઇ

  • ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે ગાઝા પટ્ટી બે ભાગમાં વહેંચાઇ ગઇ
  • ઈઝરાયેલે કહ્યું કે સૈનિકો બીચ પર પહોંચી ગયા
  • હમાસના આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર, જમીન પર મોટા પાયે હુમલાં કરી રહ્યાં છે

તેલ અવીવઃ ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે ગાઝા શહેર પર ભારે હુમલા કરવામાં આવી રહ્યાં છે અને ગાઝા પટ્ટીને બે ભાગમાં વહેંચી દેવામાં આવી છે. ઇઝરાયેલી સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે ઇઝરાયેલી દળોએ ગાઝા શહેરને ઘેરી લીધું છે. હવે તેને દક્ષિણ ગાઝા અને ઉત્તર ગાઝા વિસ્તારમાં વહેંચી દીધું છે. સૈનિકો બીચ પર પહોંચી ગયા છે અને તે વિસ્તારો પર કબ્જો કરી રહ્યાં છે.ઈઝરાયેલે કહ્યું કે હવે હમાસના આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર, જમીન પર પાયે હુમલા કરવામાં આવી રહ્યાં છે.

ઇઝરાયેલી આર્મી જનરલ સ્ટાફના વડા એલટીજી હરઝી હલેવીએ ઉત્તરીય કમાન્ડમાં એક બેઠક દરમિયાન જણાવ્યું કે IDF ઉત્તર ગાઝા પર કોઈ પણ ક્ષણે હુમલો કરવા માટે તૈયાર છે. IDFએ ટ્વિટર પર પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે અમારો સ્પષ્ટ ધ્યેય માત્ર ગાઝા પટ્ટીમાં જ નહીં પરંતુ સરહદો પર પણ નોંધપાત્ર રીતે સુધારેલી સુરક્ષા સ્થિતિને પુનઃસ્થાપિત કરવાનો છે. અમે કોઈ પણ સમયે ઉત્તર પર હુમલો કરવા માટે તૈયાર છીએ. દિવસની શરૂઆતમાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી હતી કે જ્યાં સુધી ઉગ્રવાદી જૂથ હમાસ બંધકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી ઇઝરાયેલ યુદ્ધવિરામ માટે સંમત થશે નહીં.

નેતન્યાહુના કાર્યાલયમાંથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પીએમએ કહ્યું છે કે તમારા શબ્દકોષમાંથી સીઝફાયર શબ્દ હટાવો. જ્યાં સુધી અમે તેમને હરાવીશું નહીં ત્યાં સુધી અમે હુમલો ચાલુ રાખીશું, અમારી પાસે કોઈ વિકલ્પ નથી. અમેરિકામાં ઇઝરાયેલના રાજદૂત માઇકલ હરઝોગે ગાઝાને વિશ્વનું સૌથી મોટું આતંકવાદી સંકુલ ગણાવ્યું છે. ગાઝા વિશ્વનું સૌથી મોટું આતંકવાદી સંકુલ છે. જેમાં હજારો લડાકુ, રોકેટ, અન્ય હથિયારો અને 310 માઈલ (500 કિલોમીટર) અંડરગ્રાઉન્ડ ટનલ છે. આ તે છે જેની સામે આપણે લડી રહ્યાં છીએ અને આપણે તેને જડમૂળથી ઉખેડી નાખીશું, જો અમે આવું નહીં કરીએ તો તેઓ વારંવાર હુમલો કરશે. બીજી તરફ આ ભયાનક યુદ્ધમાં હજારો લોકો મોતને ભેટ્યાં છે. જેમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch