Fri,17 May 2024,1:24 pm
Print
header

હવે કોઈ વિદેશી ગાઝા છોડી શકશે નહીં, હમાસે નાગરિકોને બહાર કાઢવા પર પ્રતિબંધ મૂકી દીધો

  • ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાંથી વિદેશી નાગરિકોને બહાર જવા પર પ્રતિબંધ
  • કોઈ પણ વિદેશી પાસપોર્ટ ધારક ગાઝા છોડી શકશે નહીં

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ: હમાસે ગાઝામાંથી વિદેશી નાગરિકોને બહાર જવા પર પ્રતિબંધ મૂક્યો છે. હમાસે શનિવારે આ જાહેરાત કરી છે. ઇઝરાયેલની કડક કાર્યવાહી વચ્ચે કોઇ વિદેશી પાસપોર્ટ ધારક ગાઝા છોડી શકશે નહીં. ત્યાં સુધી તેઓ ગાઝા છોડી શકશે નહીં. જ્યાં સુધી ઉત્તરી ગાઝાની હોસ્પિટલોમાંથી ઘાયલ લોકોને બહાર કાઢીને તેમને રફાહ સરહદ દ્વારા ઇજિપ્ત લઈ જવામાં નહીં આવે.

ગાઝામાં વિદેશી પાસપોર્ટ ધારકો મુશ્કેલીમાં 

ઇજિપ્તના એક સુરક્ષા સૂત્રોએ સમાચાર એજન્સીને પુષ્ટિ આપી છે કે કોઈ ઘાયલ વ્યક્તિ અથવા વિદેશી પાસપોર્ટ ધારક રફાહ સરહદે પહોંચ્યો નથી. ઘાયલ લોકોને રફાહ બોર્ડર પર ઈજિપ્તના ટર્મિનલ તરફ લઈ જતી એમ્બ્યુલન્સ પર બોમ્બ વિસ્ફોટ થયા બાદ ગાઝામાંથી વિદેશી પાસપોર્ટ ધારકોને બહાર કાઢવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

શુક્રવારે એમ્બ્યુલન્સ પર હુમલો થયો હતો

શુક્રવારે ઈઝરાયેલી સેનાએ ગાઝાની સૌથી મોટી અલ શિફા હોસ્પિટલની બહાર સ્થિત એમ્બ્યુલન્સ પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલે દાવો કર્યો હતો કે તેનો ઉપયોગ હમાસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગાઝામાં આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યાં અનુસાર આ હુમલામાં 15 લોકો મોત થયા હતા અને 60 લોકો ઘાયલ થયા હતા. ત્યારે હવે દુનિયાના અનેક દેશો ઇઝરાયેલ પર યુદ્ધ રોકવા દબાણી બનાવી રહ્યાં છે, સામે હમાસ પણ ઇઝરાયેલને જવાબ આપી રહ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch