Fri,17 May 2024,3:13 pm
Print
header

બરબાદીના દ્રશ્યો....ઇઝરાયેલ હમાસ યુદ્ધનો 42મો દિવસ, ગાઝામાં 11470 પેલેસ્ટિયનોના મોત, 2700 થી વધુ ગુમ

ઇઝરાયેલઃ હમાસ સાથે યુદ્ધ શરૂ થયા બાદ ગાઝા પટ્ટીમાં 11,470 પેલેસ્ટિયનો માર્યાં ગયા છે અને 2700 થી વધુ ગુમ છે. પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઈઝરાયેલના હવાઈ હુમલામાં અનેક લોકો માર્યાં ગયા છે. તેમણે કહ્યું કે મૃતકોમાં 4707 સગીર અને 3155 મહિલાઓ છે. ઇઝરાયેલી સુરક્ષા દળોએ પેલેસ્ટિયનોને દક્ષિણ ગાઝાના ભાગોમાંથી જવાની ચેતવણી આપતી પત્રિકાઓ છોડી દીધી છે. ઇઝરાયેલ દક્ષિણ ગાઝામાં પણ મોટા પાયે હુમલા કરી શકે છે.

શું શિફા હોસ્પિટલમાં કોઈ આતંકવાદીઓ છુપાયા નથી ?

ઇઝરાયેલી સૈનિકોએ ઉત્તરમાં શિફા હોસ્પિટલની શોધ હાથ ધરી હતી જે બુધવારે વહેલી શરૂ થઈ હતી.ઇઝરાયલી સૈનિકોએ કેટલીક બંદૂકો બતાવી અને કહ્યું કે તે એક ઇમારતમાંથી મળી આવી છે પરંતુ હમાસના કેન્દ્રીય કમાન્ડ સેન્ટરના કોઈ પુરાવા હજુ સુધી જાહેર કર્યાં નથી, ઇઝરાયેલે કહ્યું છે કે તે સંકુલની નીચે છુપાયેલા છે. હમાસ અને ગાઝાની સૌથી મોટી હોસ્પિટલના સ્ટાફે આ આરોપો નકારી કાઢ્યા છે. ઇઝરાયેલ દક્ષિણ વિસ્તારમાં પહેલાથી જ રોજે રોજ હવાઈ હુમલા કરી રહ્યું છે. હવે તેને માહિતી મળી છે કે આતંકવાદીઓ હોસ્પિટલોમાં આશરો લઇ રહ્યાં છે, જેથી ઇઝરાયેલે કાર્યવાહી શરૂ કરી છે.

7 ઓક્ટોબરથી લડાઈ ચાલુ છે

ગાઝામાં લાખો લોકો બેઘર થયા છે, જેમાંથી મોટાભાગના દક્ષિણમાં ભાગી ગયા છે. આ વિસ્તારોમાં ખોરાક, પાણી અને વીજળીની અછત વધી રહી છે અને લાખો નાગરિકો પરેશાન છે. તેમના માટે બીજે ક્યાંય જવાનો કોઈ રસ્તો નથી, કારણ કે ઇજિપ્તે શરણાર્થીઓને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ યુદ્ધ શરૂ થયું હતું, જેમાં આતંકવાદીઓએ 1200થી વધુ લોકોની હત્યા કરી હતી અને 240ને બંધક બનાવ્યાં હતા. ત્યારથી ઇઝરાયેલ આ બદલો લઇ રહ્યું છે.

ગાઝામાં ટેલિકોમ્યુનિકેશન સેવાઓ બંધ

ઇઝરાયલે હમાસને સત્તા પરથી હટાવવા અને તેના દળોને કચડી નાખવાની પ્રતિજ્ઞા લેતા હવાઈ અભિયાન અને ઉત્તરી ગાઝા પર જમીની હુમલાઓ સાથે આતંકવાદી હુમલાનો જવાબ આપ્યો હતો. ઈઝરાયેલનું કહેવું છે કે તેણે હજારો હમાસ લડવૈયાઓને મારી નાખ્યાં છે. પેલેસ્ટિનિયન ટેલિકોમ્યુનિકેશન્સ પ્રોવાઇડરે જણાવ્યું હતું કે ઇંધણની અછતને કારણે ગાઝામાં તમામ સંચાર સેવાઓ ઠપ થઇ ગઇ છે, જેને કારણે ઇઝરાયેલી દળો દ્વારા ઘેરાયેલો વિસ્તાર બહારની દુનિયાથી અલગ થઇ ગયો છે. ગાઝામાં લેન્ડલાઈન, મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ સેવાઓ ખોરવાઈ ગઈ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch