Fri,17 May 2024,5:51 pm
Print
header

નૈતન્યાહુએ ફરીથી કરી ગર્જના...હમાસને ખતમ કરી દઇશું, ગાઝામાંથી વધુ 12 બંધકોને મુક્ત કરાયા

તેલ અવીવઃ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે થોડા દિવસો માટે જ  યુદ્ધ રોકાયેલું છે અને ફરીથી ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નૈતન્યાહુએ ગર્જના કરી છે. કહ્યું કે હાલમાં યુદ્ધવિરામ હોવા છતાં અમારી લડાઈ અટકી નથી. હમાસનો ખાત્મો કર્યાં પછી જ અમે મરીશું. ઈઝરાયેલ તમામ બંધકોને પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિએ પુષ્ટિ કરી છે કે હમાસે વધુ 12 બંધકોને મુક્ત કર્યાં છે. જેમાં 10 ઈઝરાયેલ અને બે વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધવિરામના પાંચમા દિવસે ઈઝરાયેલે 30 પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કર્યાં છે.

છૂટીને આવેલા નાગરિકોની સંભાળ લઇ રહી છે ઇઝરાયેલી સેના

ઇઝરાયેલ આર્મીના સ્પેશિયલ ફોર્સ અને શિન બેટ આર્મી 12 ઇઝરાયેલ પરત ફરેલા બંધકોની સંભાળ રાખી રહી છે. તેમની પ્રાથમિક તબીબી સારવાર અને ચેકઅપ પછી સૈન્યના જવાનો હમાસ દ્વારા મુક્ત કરાયેલા બંધકો સાથે ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તેઓ હોસ્પિટલમાંથી સ્વસ્થ ન થાય અને તેમના પરિવારો સુધી ન પહોંચે. IDF કમાન્ડર અને તેમના સૈનિકો હમાસથી બચી ગયેલા લોકોને ભેટીને સલામ કરી રહ્યાં છે.

ઈઝરાયેલે 30 કેદીઓને મુક્ત કર્યાં

ઇઝરાયેલે મંગળવારે યુદ્ધવિરામના ભાગરૂપે 30 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યાં હતા, ઇઝરાયેલ જેલ સેવાએ પુષ્ટિ કરી છે કે તેમને ગાઝામાં ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવાના સોદાના ભાગરૂપે 30 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યાં છે. આ યાદીમાં 15 મહિલાઓ અને 15 સગીરોનો સમાવેશ થાય છે.

હમાસ દ્વારા મુક્ત કરાયેલા બંધકોમાં ઘણા વૃદ્ધ લોકોનો સમાવેશ થાય છે

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામના પ્રથમ દિવસે હમાસે બે વિદેશી નાગરિકો સહિત 12 બંધકોને મુક્ત કર્યાં હતા. બંધકોમાં  વૃદ્ધ લોકો પણ હતા. કરારના ભાગરૂપે ઇઝરાયેલે એન્ક્લેવ પર દિવસના લગભગ 6 કલાક માટે હવાઈ દેખરેખ અટકાવી દીધી છે.

ગાઝામાંથી 60 મહિલાઓ અને બાળકોને મુક્ત કરવામાં આવ્યાં

ગાઝામાંથી અત્યાર સુધીમાં 60 મહિલાઓ અને બાળકોને મુક્ત કરવામાં આવ્યાં છે. એક અલગ કરાર હેઠળ એક ફિલિપિનો અને 25 થાઈ નાગરિકોને મુક્ત કરવામાં આવ્યાં હતા. એક ઇઝરાયેલી જેની પાસે રશિયન નાગરિકતા પણ છે, તેને પણ મુક્ત કરવામાં આવ્યો છે. ગયા મહિને ચાર મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી, જેમાંથી બે અમેરિકન અને બે ઈઝરાયેલી હતી.

નેતન્યાહુ ગર્જ્યા, જાણો શું કહ્યું?

ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે તેમનો દેશ તમામ બંધકોને પરત લાવવા અને હમાસના ખાત્મા માટે પ્રતિબદ્ધ છે. તે તેમના નાગરિકોને વચન આપે છે કે ગાઝા હવે ઇઝરાયલી નાગરિકો માટે ખતરો ઉભો નહીં કરે. અમે અમારું મિશન ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા તમામ અપહરણ કરાયેલા લોકોનું વાપસી, જમીન ઉપર અને નીચે હમાસનો ખાત્મો અને વચન છે કે ગાઝા હવે ઇઝરાયલી નાગરિકો માટે ખતરો નહીં બને.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch