ઈરાનઃ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ ભરોસો વ્યક્ત કરતા કહ્યું છેે કે તેમણે પીએમ મોદી સાથે ફોન પર વાત કરી છે. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમે ભારતને અપીલ કરી છે કે તે ઈઝરાયેલ-હમાસ યુદ્ધને રોકવા માટે પ્રયાસ કરે, ઈરાનને વિશ્વાસ છે કે જો ભારત અને મોદી ઈચ્છે છે તો તેઓ આ યુદ્ધને રોકી શકે છે. તેમને વડાપ્રધાન મોદી અને ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુની મિત્રતામાં પૂરો વિશ્વાસ છે. 7 ઓક્ટોબરે આતંકવાદી જૂથ હમાસે દક્ષિણ ઈઝરાયેલમાં તબાહી મચાવ્યાં બાદ પીએમ નેતન્યાહૂએ હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી દીધી હતી. ત્યારથી મોદીએ વિશ્વના ઘણા નેતાઓ સાથે નિયમિત ટેલિફોન પર વાતચીત કરી છે.
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત દરમિયાન ભારતને ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈઝરાયેલની કાર્યવાહીને સમાપ્ત કરવા માટે અપીલ કરી છે, ભારતે ગાઝાના લોકોને બચાવવા તમામ પ્રયાસ કરવા જોઇએ તેવી તેમને આશા વ્યક્ત કરી છે.
ઈરાનના રાષ્ટ્રપતિએ કહી આ વાત
ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે તેહરાન ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ કરવા, નાકાબંધી હટાવવા અને લોકોને સહાય પૂરી પાડવા માટેના કોઈ પણ વૈશ્વિક સંયુક્ત પ્રયાસને સમર્થન આપે છે. પેલેસ્ટિનિયમાં લોકોની હત્યાથી વિશ્વના તમામ સ્વતંત્ર રાષ્ટ્રો ગુસ્સામાં છે, નિર્દોષ મહિલાઓ અને બાળકોની હત્યા, હોસ્પિટલો, શાળાઓ, મસ્જિીદો, ચર્ચ અને રહેણાંક વિસ્તારો પરના હુમલા માનવતાની રીતે નીંદનીય છે. તમામ દેશોએ પેલેસ્ટિનિયન લોકોની લડતને સમર્થન આપવું જોઈએ.
યુદ્ધ રોકવા પીએમ મોદીને અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો ઇચ્છે તો ઇઝરાયેલ સાથે વાત કરીને આ યુદ્ધ રોકાવી શકે છે, મોદીએ આ કરવું જોઇએ અને માસૂમોની હત્યા અટકાવવી જોઇએ. જો કે મોદીએ પણ આ યુદ્ધ રોકાવવાની વાત કરી છે અને શાંતિ સ્થાપવાની વાત કરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
દુનિયા ફરીથી ચિંતિત....ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય રોગ, ભારતે પણ જાહેર કરી એડવાઈઝરી | 2023-11-27 09:10:29
અમેરિકામાં 3 પેલેસ્ટિયન વિદ્યાર્થીઓને ગોળી મારવામાં આવી, પરિવારોએ કરી ન્યાયની માંગ | 2023-11-27 08:43:58
હમાસે 39 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં 13 ઇઝરાયેલી બંધકોને મુક્ત કર્યાં, 7 વિદેશીઓનો પણ છૂટકારો | 2023-11-26 09:12:37
પાકિસ્તાનના કરાંચીના એક શોપિંગ મોલમાં લાગી આગ, 11 લોકોનાં મોત થઇ ગયા | 2023-11-25 17:05:26
વિદેશમાં વધુ એક હત્યા....અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને કરાઇ હત્યા, યુએસ પોલીસે તપાસ હાથ ધરી | 2023-11-24 08:12:01
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55