Sat,18 May 2024,5:18 pm
Print
header

આણંદ અને નડિયાદમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા, કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો પકડાય તેવી શક્યતા

ખેડા, આણંદઃ ઇન્કમટેક્સ વિભાગે ફરીથી દરોડા પાડીને ટેક્સચોરી કરનારાઓ સામે તવાઇ બોલાવી છે, આ વખતે નડિયાદ અને આણંદ સહિત 25 જેટલી જગ્યાઓ પર આઇટી વિભાગની જુદી જુદી ટીમો પહોંચી છે અને દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે, આણંદમાં રિયલ એસ્ટેટ નારાયણ ગ્રુપ, ક્રિષ્ના બિલ્ડર, જે.ડી.બિલ્ડર, રાધે જ્લેવર્સને ત્યાં આઇટીના અધિકારીઓ પહોંચ્યાં છે, જ્યારે ખેડા જિલ્લાના નડિયાદમાં મસાલા બનાવતી કંપની એશિયન સામે તવાઇ આવી છે.

આણંદમાં નારાયણ બિલ્ડર, ક્રિષ્ના બિલ્ડર, જે.ડી.બિલ્ડરને ત્યાં દરોડા

આણંદના લાંભવેલ રોડ પર નારાયણ નંદન સાઈટ પર દરોડા

રાધે જ્વેલર્સના ત્યાં પણ દરોડાની કામગીરી

નડિયાદનું એશિયન ગ્રુપ ગરમ મસાલાનો વેપાર કરે છે અને તેના આણંદના નારાયણ ગ્રુપ સાથેના વ્યવહારો મળી આવ્યાં હતા,  કરોડો રૂપિયાના જમીનના સોદાની ચર્ચાઓ વચ્ચે આઇટીની જુદી જુદી ટીમો અહીં પહોંચી છે. આઇટીના અધિકારીઓને ડિઝિટલ સામગ્રી અને દસ્તાવેજો સહિતની સામગ્રી જપ્ત કરી છે.

નોંધનિય છે કે થોડા સમય પહેલા અમદાવાદ અને સુરતના બિલ્ડરોને ત્યાં પણ આઇટીએ દરોડા કર્યાં હતા, જેમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરીનો પર્દાફાશ થયો હતો અને હવે ફરીએ મોટી રેડના સમાચાર સામે આવતા બિલ્ડરો અને જ્વેલર્સ ફફડી ઉઠ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch