Fri,17 May 2024,12:47 pm
Print
header

હમાસ કમાન્ડર ઈબ્રાહિમ બિયારીને ઠાર કર્યાનો ઇઝરાયેલનો દાવો, અંદાજે 50 લોકોનાં મોતનો દાવો- Gujarat Post

તેલ અવીવઃ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં સાડા નવ હજારથી વધુ લોકોનાં મોત થયા છે. દરમિયાન, ઇઝરાયેલી સંરક્ષણ દળોએ શરણાર્થી શિબિર પર હુમલામાં હમાસની સેન્ટ્રલ જબાલિયા બટાલિયનના કમાન્ડર ઇબ્રાહિમ બિયારીને મારી નાખવાનો દાવો કર્યો છે. જો કે, હમાસનું કહેવું છે કે તેનો કોઈ નેતા કેમ્પમાં હાજર ન હતા. જ્યારે ઇઝરાયેલે 50 લોકોનાં મોતનો દાવો કર્યો છે.

ઇબ્રાહિમ બિયારી હમાસની સેન્ટ્રલ જબાલિયા બટાલિયનનો કમાન્ડર હતો, જે ગાઝા પટ્ટીમાં જબાલિયા શરણાર્થી શિબિરમાં તૈનાત હતો. ઇઝરાયેલી સંરક્ષણ દળોના જણાવ્યાં અનુસાર, આતંકવાદી જૂથે ગ્રાઉન્ડ આક્રમણની શરૂઆત કરી ત્યારથી બિયારીએ ઉત્તરી ગાઝા પટ્ટીમાં હમાસની તમામ કામગીરીની દેખરેખ રાખી હતી. છેલ્લા દાયકાઓમાં ઈઝરાયેલ પર થયેલા અનેક હુમલાઓમાં પણ તે સામેલ હોવાનું માનવામાં આવે છે.

એક રિપોર્ટ અનુસાર IDFએ 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા હુમલા માટે પણ બિયારીને જવાબદાર ઠેરવ્યો હતો, તેણે બિયારીને ઈઝરાયેલમાં આતંકવાદીઓને મોકલવા માટે હમાસના કમાન્ડરોમાંના એક તરીકે દોષી ઠેરવ્યાં હતા. IDFના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ જોનાથન કોનરિકસના હવાલાથી કહેવામાં આવ્યું કે આ હુમલામાં બિયારીની મુખ્ય ભૂમિકા હતી. તેણે ગાઝા પટ્ટીના ઉત્તરપૂર્વીય ભાગોમાંથી ઈઝરાયેલ વિરુદ્ધ ઑક્ટોબર 7ના હુમલાનું ષડયંત્ર કરવામાં અને તેને અંજામ આપવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બિયારી 2004માં અશદોદ પોર્ટ હુમલામાં પણ સામેલ હતો. તેણે હુમલાને અંજામ આપવા માટે હમાસના આતંકવાદીઓને મોકલ્યાં હતા, જેમાં 13 ઈઝરાયેલીઓ માર્યાં ગયા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch