Sat,18 May 2024,4:32 pm
Print
header

નવસારીમાં 21 વર્ષીય યુવકને છાતીમાં દુખાવો થતા નીચે ઢળી પડ્યો, 24 કલાકમાં 5 યુવકોનાં હાર્ટ એટેકથી મોત

(પ્રતિકાત્મક ફોટો)

નવસારીઃ યુવાનોમાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યાં છે. તાજેતરનો કેસ નવસારીનો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકને કારણે 5 યુવાનોનાં મોત થયા છે. જલાલપોરમાં 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું, બોટાદમાં 40 વર્ષીય વ્યક્તિને ઘરે હાર્ટ એટેક આવ્યો હતો.

પ્રથમ ઘટના જલાલપોરની છે જ્યાં 21 વર્ષનો દર્શિલ સવારે 10 વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતો, ત્યારે અચાનક તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો અને તે જમીન પર ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. દર્શિલ એલએલબીના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો અને તેના પિતા પ્રકાશ ભંડેરી કરિયાણાની દુકાન ચલાવે છે.

અન્ય 4 લોકોના હાર્ટ એટેકથી મોત થયા

બીજો બનાવ બોટાદ શહેરમાં બન્યો હતો. બોટાદ રેલવે સ્ટેશન પાછળ રહેતા 40 વર્ષીય નરેશ વલોદરા ખાનગી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા હતા. રાત્રે નરેશભાઇ તેમના ઘરે હતા ત્યારે તેમને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો થયો હતો. પરિવારજનો તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં થોડો સમય સારવાર દરમિયાન નરેશભાઇનું મોત થયું હતું. ત્રીજો અને ચોથો બનાવ બનાસકાંઠા જિલ્લામાં નોંધાયો છે. જેમાં થરાદ નગરપાલિકાના પૂર્વ ચેરમેન મહાદેવભાઈ જેપાલ અને અન્ય એક મફાભાઈ માળી નામના વ્યક્તિને પણ હાર્ટ એટેક આવ્યો હતો.

ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતાની સાથે જ યુવાનો હાર્ટ એટેકના કારણે મૃત્યું પામી રહ્યાં છે જે ચિંતાનો વિષય છે. મોટાભાગના કિસ્સાઓમાં જ્યારે અસહ્ય છાતીમાં દુખાવો થાય છે અને મૃત્યું થાય છે, ત્યારે પરિવારના સભ્યોને સારવારની તક પણ મળતી નથી. ત્યારે રાજ્યમાં વધી રહેલા હાર્ટએટેકના કિસ્સાઓ ચિંતાનો વિષય બન્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch