Sat,18 May 2024,5:18 pm
Print
header

સેનાનું ઓપરેશન....હાઈજેક શિપની અંદર ઘૂસીને માર્કોસ કમાન્ડોએ 21 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢ્યાં- Gujarat Post

નવી દિલ્હીઃ ભારતીય નૌસેનાએ બહાદુરીનો વધુ એક દાખલો બેસાડ્યો છે. ઉત્તર અરબી સમુદ્રમાં હાઇજેક કરાયેલા કાર્ગો જહાજ 'એમવી લીલા નોરફોક' પર ચાંચિયાઓની ચુંગાલમાં ફસાયેલા તમામ 21 લોકોને બચાવી લેવાયા છે. આ લોકોમાં 15 ભારતીયો પણ સામેલ છે. જહાજમાં સવાર લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યાં બાદ મરીન કમાન્ડો તપાસ કરી રહ્યાં છે. નેવીએ આ સમગ્ર ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે. વીડિયોમાં માર્કોસ કમાન્ડો જહાજમાં જઈને ઓપરેશન કરતા જોવા મળે છે.

કમાન્ડોએ કહ્યું કે સૈનિકોએ જહાજને ઘેરી લીધું અને ચાંચિયાઓને જહાજ છોડી દેવાની ચેતવણી આપી. જે બાદ ભારતીય નૌકાદળના માર્કોસ કમાન્ડોએ અપહરણ કરાયેલા જહાજ પર ઉતરીને તેની શોધખોળ કરી તો જાણવા મળ્યું કે ત્યાં કોઈ ચાંચિયા હાજર નથી. આવી સ્થિતિમાં, એવું લાગે છે કે જ્યારે તેઓએ મોટી સંખ્યામાં સૈનિકોને જોયા તો તેઓ ડરના કારણે ત્યાંથી ભાગી ગયા.  

જહાજના માલિક લીલા ગ્લોબલના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીવ કુન્ઝરે ભારતીય નેવીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે તે જહાજ પર હાજર ક્રૂની પ્રશંસા કરવા માંગે છે કે તેઓએ મુશ્કેલ સંજોગોમાં જવાબદારીપૂર્વક કામ કર્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch