Fri,17 May 2024,1:24 pm
Print
header

શું કોરોના મહામારી પાછી ફરી રહી છે ? સિંગાપોરમાં 56 હજાર કેસ નોંધાયા, લોકોને માસ્ક પહેરવાની અપીલ

સિંગાપોરઃ કોરોના રોગચાળો ફરી એકવાર ભયભીત કરી રહ્યો છે. સિંગાપોરમાં કોરોનાના કેસ 56 હજારને વટાવી ગયા છે.આ આંકડો છેલ્લા અઠવાડિયાના છે. ગયા અઠવાડિયે આ આંકડો 32 હજાર હતો. સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર દેશમાં છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસમાં 75 ટકાનો વધારો થયો છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે 19 ડિસેમ્બરથી દરરોજ કોરોના અપડેટ્સ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.

લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી

સિંગાપોર સરકારે લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવાની સલાહ આપી છે. જો લોકો બિમાર ન હોય તો પણ તેમને માસ્ક પહેરવાનું કહેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વૃદ્ધ લોકો સાથે રહેતા લોકોને ઘરની અંદર પણ માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું છે. સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ટૂંક સમયમાં સિંગાપોર એક્સ્પો હોલ નંબર 10 માં કોવિડ દર્દીઓ માટે બેડ તૈયાર કરવામાં આવશે. ક્રોફર્ડ હોસ્પિટલ પહેલેથી જ કોવિડ દર્દીઓની સારવાર કરી રહી છે.

કોરોનાના આ પ્રકારથી દર્દીઓ સંક્રમિત થઈ રહ્યાં છે

સિંગાપોરમાં કોરોના સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા દરરોજ સરેરાશ 225-350 છે. ચેપને કારણે ICUમાં દાખલ દર્દીઓની દૈનિક સરેરાશ 4-9 છે. મોટાભાગના સંક્રમિત દર્દીઓ કોરોના વેરિઅન્ટ JN.1 થી સંક્રમિત છે, જે BA.2.86 થી સંબંધિત છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ પ્રકાર અત્યંત સંક્રમિત નથી

ભારતમાં પણ કોરોનાના કેસમાં વધારો

ભારતમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. અત્યારે ચિંતા કરવા જેવું કંઈ નથી.શુક્રવારે દેશમાં કોરોનાના 312 નવા કેસ નોંધાયા છે, જેમાંથી 280 માત્ર કેરળના છે. જે દર્દીઓને ચેપ લાગ્યો છે, તેમના લક્ષણો પણ બહુ ગંભીર નથી. સરકારી ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 17605 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch