Sat,18 May 2024,5:34 pm
Print
header

સુપ્રીમમાં બિલકિસ બાનોની જીત, બહાર આવેલા ગુનેગારોને ફરી જેલમાં જવું પડશે, 2 સપ્તાહમાં આત્મસમર્પણ કરવાનો આદેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનો કેસમાં 11 દોષિતોને બે સપ્તાહની અંદર જેલ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કરવા આદેશ આપ્યો છે. બિલ્કિસ બાનોના દોષિતોની સમય પહેલા મુક્તિના કેસમાં સુપ્રીમ કોર્ટે તમામ 11 દોષિતોની મુક્તિ રદ કરી દીધી છે.કોર્ટે દોષિતોને બે સપ્તાહની અંદર આત્મસમર્પણ કરવા કહ્યું છે. સુપ્રીમે ગુજરાત સરકારના માફીના આદેશને ફગાવતા કહ્યું કે, મુક્તિ અંગેનો નિર્ણય મહારાષ્ટ્ર સરકારે લેવાનો હતો. તે માટે ગુજરાત સક્ષમ ન હતું. જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે આ મોટો નિર્ણય આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુજરાત સરકારે મે 2022ના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પુનર્વિચાર અરજી દાખલ કરવી જોઈતી હતી. સરકારે 13 મે, 2022ના નિર્ણયને આગળ વધારતા મહારાષ્ટ્ર સરકારની સત્તા છીનવી લીધી હતી, જે અમારા મતે અમાન્ય છે. ગુજરાત સરકારે ગુનેગારો સાથે મળીને કામ કર્યું છે, સરકાર દ્વારા સત્તાનો દુરુપયોગ કરાયો છે.

શું છે બિલ્કિસ બાનો કેસ ?

2002ના કોમી રમખાણો દરમિયાન બિલ્કિસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો, ત્યારે પાંચ મહિનાની ગર્ભવતી હતા. રમખાણો દરમિયાન માર્યા ગયેલા પરિવારના સાત સભ્યોમાં તેની ત્રણ વર્ષની પુત્રીનો સમાવેશ થાય છે. તેનો આખો પરિવાર વેરવિખેર થઇ ગયો હતો.

ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષે આઝાદીના દિવસે બિલકિસ બાનોના દોષિતોને કાયદાની મદદથી મુક્ત કરવામાં આવ્યાં હતા. જેના કારણે વિપક્ષો, સામાજિક કાર્યકરોમાં આક્રોશ વ્યાપી ગયો હતો.બિલ્કિસ બાનોએ કહ્યું હતું કે તેને રિલીઝ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. જેલ મુક્તિના નિર્ણયને બિલ્કિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, આજે આ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય બિલ્કિસ બાનોના પક્ષમાં આવ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch