Fri,17 May 2024,3:40 pm
Print
header

F.R.I.E.N.D.S. સ્ટાર મેથ્યુ પેરીનું લોસ એન્જલસમાં થયું મોત, ઘરમાંથી મળ્યો 54 વર્ષીય અભિનેતાનો મૃતદેહ

લોસ એન્જલસઃ પ્રખ્યાત અમેરિકન-કેનેડિયન અભિનેતા મેથ્યુ પેરીનું 54 વર્ષની વયે અવસાન થયું છે. ન્યૂઝ એજન્સી એપીએ અહેવાલ આપ્યો છે કે અભિનેતા શનિવારે તેમના લોસ એન્જલસના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતા.હોટ ટબમાંથી તેમનો મૃતદેહ મળ્યો હતો. મેથ્યુ પેરી 1990 ના દાયકામાં હિટ અમેરિકન ટેલિવિઝન કોમેડી ફ્રેન્ડ્સમાં મુખ્ય ભૂમિકા માટે પ્રખ્યાત થયા હતી. અમેરિકન ટેલિવિઝન કોમેડી શ્રેણી ફ્રેન્ડ્સ 1994 થી 2004 સુધી ચાલી હતી.

ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા

ફ્રેન્ડસમાં ચૅન્ડલર બિંગની ભૂમિકા ભજવનાર મેથ્યુ પેરીએ રોમ-કોમ, ફૂલ્સ રશ ઇન, ધ હોલ નાઈન યાર્ડ્સ સહિત ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમને ક્રાઈમ કોમેડી ધ હોલ નાઈન યાર્ડ્સમાં બ્રુસ વિલિસ સાથે અભિનય કર્યો હતો.

પેરી ઘણા વર્ષોથી પેઇનકિલર અને આલ્કોહોલના વ્યસન સાથે સંઘર્ષ કરી રહ્યાં હતા, ગયા વર્ષે પ્રકાશિત તેમના ફ્રેન્ડ્સ, લવર્સ એન્ડ ધ બીગ ટેરીબલ થિંગમાં પેરીએ 65 વખત ડિટોક્સમાંથી પસાર થયાનું અને શરાબની લત છોડવા લગભગ $9 મિલિયન ડોલર ખર્ચવાની વાત કરી હતી. પેરીને ડ્રગ્સના ઉપયોગને કારણે 2018માં બર્સ્ટ કોલોન સહિતની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ માટે કલાકોની સર્જરી અને ત્યારબાદ મહિનાઓ સુધી કોલોસ્ટોમી બેગનો ઉપયોગ કરવો પડ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch