Fri,17 May 2024,8:44 am
Print
header

તારા કમિશનરે પણ ગાડી પાછી મુકવા આવવું પડશે ! નફ્ફટ તંત્રના વહીવટમાં નિર્દોષ PIની બદલી

સ્વામીનારાયણ મંદિરના સંતની દાદાગીરી, કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને બચાવ્યાં 

અમદાવાદઃ કોરોનાની મહામારીમાં પોતાના જીવના જોખમે ફરજ બજાવનારા પોલીસકર્મીઓએ નિમ્ન કક્ષાની રાજનીતિનો ભોગ બનવું પડે છે. આવો જ કિસ્સો સામે આવ્યો છે અમદાવાદના વાડજમાં, સરકારની ગાઇડ લાઇન્સ મુજબ રાતના 10 વાગ્યેથી સવારના 5 વાગ્યાની વચ્ચે કર્ફ્યૂ હોય છે અને આ સમયમાં કામ વગર બહાર નીકળેલા લોકો સામે કાયદાકીય કાર્યવાહી થઇ રહી છે, દરમિયાન વાડજ વિસ્તારમાં એક ફોર્ચ્યુનર કારને પોલીસ રોકી હતી, જેમાં બેઠેલા 6 લોકોને પોલીસે પકડ્યાં હતા, આ મામલે કલોલ સ્વામીનારાયણ મંદિરના ડી.વી.સ્વામીએ પકડાયેલા લોકોને અને કારને છોડાવવા ધમપછાડા કર્યા હતા. સાથે જ બે ધારાસભ્યોએ પણ આ લોકોને છોડાવવા ભલામણો કરી હતી, આ બધાએ નિયમોનો ભંગ કરનારા લોકોનો પક્ષ લઇને પોલીસ પર દબાણ ઉભું કર્યું હતું.

વાડજ સર્કલે કાળીપટ્ટી લગાવેલી ફોર્ચ્યુનર કારને જ્યારે પોલીસ પકડી ત્યારે ડ્રાઇવરે પોલીસને કહી દીધું હતુ કે આ કાર કલોલ સ્વામીનારાયણ મંદિરના સ્વામીની છે અને તમે કાર પકડશો તો કલોલ સુધી મુકવા આવવું પડશે. ડ્રાઇવરે સ્વામીની પોલીસ સાથે વાત કરાવી હતી, ત્યારે સ્વામીએ દાદાગીરી કરતા કહ્યું હતુ કે કાર તારા કમિશનરે પણ પાછી આપવા આવવું પડશે, બાદમાં ભયંકર દબાણને કારણે પોલીસે કાર છોડવી પડી હતી, પરંતુ પીઆઇએ કોઇ પણ પ્રકારની માફી માંગવાનો ઇનકાર કરતા સ્વામીના રાજકીય દબાણને કારણે સિનિયર પીઆઇ જે.એ.રાઠવાની સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચમાં બદલી કરી નાખવામાં આવતા અન્ય પોલીસકર્મીઓમાં રોષ વ્યાપી ગયો છે, એક રીત નફ્ફ્ટ તંત્રને કારણે કોરોનામાં પણ જીવના જોખમે કામ કરનારા પોલીસકર્મીઓને ખોટી સજા મળી રહી છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch