Fri,03 May 2024,12:48 pm
Print
header

ભારત જોડો ન્યાય યાત્રા આ દિવસે ગુજરાતમાં પહોંચશે, રાહુલ ગાંધી બારડોલી સ્વરાજ આશ્રમની લેશે મુલાકાત

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચે દાહોદ જિલ્લાના ઝાલોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે. ચાર દિવસમાં 400 કિ.મીની યાત્રા દરમિયાન રાજ્યમાં સભા અને રેલીનું આયોજન કરાશે.

રાહુલ ગાંધી સ્વરાજ આશ્રમ જશે

રાહુલ ગાંધી બારડોલી સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે, જેની સ્થાપના સરદાર વલ્લભાઇ પટેલે કરી હતી. દાંડી કૂચ બાદ મહાત્મા ગાંધીજી આશ્રમમાં લાંબા સમય સુધી રહ્યાં હતા. ભારત જોડો ન્યાય યાત્રા દાહોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે. તે ગુજરાતના સાત આદિવાસી પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓમાંથી પસાર થશે. ગોહિલે કહ્યું કે આ મુલાકાત દ્વારા રાહુલ ગાંધી ગુજરાતના વિવિધ વર્ગના લોકોને મળશે.

ભાજપ ડર અને લાલચ આપીને નેતાઓને તોડી રહી છે

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે આગામી લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ કોંગ્રેસ અને વિરોધ પક્ષોના નેતાઓને લાલચ આપે છે અને ડર બતાવી રહી છે. તેમનો આરોપ છે કે ભાજપે સત્તા જાળવી રાખવા માટે તમામ નીતિઓ અને સિદ્ધાંતોને બાજુ પર મુકી દીધા છે.

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપના મજબૂત હોવાના દાવા પર સવાલો ઉઠાવ્યાં હતા અને કહ્યું હતું કે તેમને અન્ય પક્ષોના નેતાઓને કેમ સ્વીકારવા પડે છે ?? ચાવડાનું કહેવું છે કે એક તરફ ભાજપ જીતના દાવા કરે છે અને બીજી તરફ કોંગ્રેસના નેતાઓનો સમાવેશ કરીને તેમને હોદ્દો અને ટિકિટ આપી રહી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch